HomeGujaratCivil Hospital Staff Chants 'Jai Shree Ram' : નર્સિંગ સ્ટાફ ભગવા રંગે...

Civil Hospital Staff Chants ‘Jai Shree Ram’ : નર્સિંગ સ્ટાફ ભગવા રંગે રંગાયો, ડિલિવરી થનાર માતા સાથે ઉજવણી – India News Gujarat

Date:

Civil Staff Chants ‘Jai Shree Ram’ : સિવિલમાં રેલી સાથે જયશ્રી રામનો નાદ ગુંજ્યો. કોમી એકતાના દર્શન કરાવતું આયોજન.

કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી

સુરત સિવિલ હોસ્પિટલ રામમય ભક્તિમાં ડૂબ્યું છે. નર્સિંગ અગ્રણી ઇકબાલ કડીવાળાની આગેવાનીમાં નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી ધાર્મિક માહોલ બનાવી દીધો છે. આખું કેમ્પસ જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું છે. નર્સિંગ સ્ટાફે કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી હતી.

હિન્દુ મુસ્લિમ એક થઈ ને સિવિલ કેમ્પસ ખાતે ઉત્સવ ઉજવી

  • શ્રીરામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા સાથે કોમી એકતાના પણ દર્શન થયા છે.
  • સુરતમાં, સુરત સિવિલ કેમસ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રભુ શ્રીરામ ની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
  • અને આ આયોજન મુસ્લિમ સમાજના આગેવાન અને નર્સિંગ સ્ટાફ અગ્રણી ઇકબાલ કડીવાલા ની આગેવાની માં કરાયું હતું.
  • અને તમામ નર્સિંગ સ્ટાફ ભગવા રંગે રંગાયેલા દેખાયા હતા. સાથે ઇકબાલ કડીવાલા પણ ભગવા રંગના કુર્તામાં સજ્જ થઈ ને આ શોભાયાત્રા માં જોડાય હતા.
  • ને જયશ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. એક બાજુ કેટલીક રાજકીય પાર્ટી શ્રીરામ મંદિરને લઈને રાજનીતિ કરી રહી છે.
  • ત્યારે હિન્દુ મુસ્લિમ એક થઈ ને સિવિલ કેમ્પસ ખાતે ઉત્સવ ઉજવી રહ્યું હોય એ દ્રશ્ય કઈક અલગ જ સંદેશ આપી રહ્યો છે.
  • અહિયાં સમસ્ત નર્સિંગ સ્ટાફ અને ડોકટરો સાથે જે રેલી કાઢવામાં આવી હતી. એમાં પ્રભુ શ્રીરામને એકજ પ્રાથના કરવામાં આવી હતી.
  • કે હોસ્પિટલ ખાતે જે દર્દી આવે એ તમામ દર્દી સત્વરે સાજા થઈ ને પોતાને ઘરે ફરે. અને તમામ લોકોના તદુરસ્તી સાથે સુખાકારીની પ્રાથના કરવામાં આવી હતી.

Civil Hospital Staff Chants ‘Jai Shree Ram’ : સમગ્ર વિસ્તાર રામમય બની ગયો

સિવિલ કેમસમાં કાઢવામાં આવેલી આ રેલીમાં જયશ્રી રામના નારા ગુંજી રહ્યા હતા. ત્યારે આ રેલીમાં સિવિલમાં સારવાર માટે આવનાર દર્દી અને એમના સગાંસંબંધી પણ જોડાયા હતા. અને સમગ્ર વિસ્તાર રામમય બની ગયો હતો.

તમે આ પણ વાચી શકો છો :

Nadda on Gujarat Tour: મિશન 2024ની શરૂઆત કરશે

તમે આ પણ વાચી શકો છો :

Surat Celebrates Pran Pratishtha: સમગ્ર સુરત શહર રામહોત્સવ નો માહોલ, આજે છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા

SHARE

Related stories

Latest stories