Grand Bike Rally Organised : હનુમાન ચાલીસાના પાઠ સાથે ભવ્ય આતશ બાજી કરાય. સમગ્ર નગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો.
નગર ભગવા રંગથી રંગાયું
અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો જોવા મળી રહ્યો છે. ત્યારે મંદિરની પ્રતિષ્ઠા પહેલા વ્યારા VHP દ્વારા વિરાટ બાઈક રેલી કાઢવામાં આવી હતી. અને સમગ્ર વ્યારા નગર રામમ્ય બન્યું હતું. અને નગર ભગવા રંગથી રંગાયું હતું. રેલીના પૂર્ણાહુતિ બાદ સામૂહિક હનુમાન ચાલીસા પાઠ અને ભવ્ય આતસબાજી યોજાઈ હતી.
1800 થી વધુ બાઈક જોડાઇ
અયોઘ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજશે. ત્યારે વ્યારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નગરની ધર્મપ્રિય જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ બાઈક રેલીમાં 1800 થી વધુ બાઈક જોડાઇ હતી. આ બાઈક રેલીમાં ભગવાન શ્રીરામ, માં સિતા અને લક્ષમણ સહિત હનુમાનજીની કૃતિમાં બાળકો રેલીમાં જોડાયા હતાં. બાઈક રેલીમાં નગર ભગવાન શ્રીરામ નામની ગુંજ ઊઠી હતી. સમગ્ર વ્યારા નગર રામમ્ય બન્યું હતું. ભગ્વાધ્વજ સાથે નીકળેલી ભવ્ય રેલીથી નગર ભગવામ્ય બન્યું હતું. રેલીના પૂર્ણાહુતિ બાદ સામૂહિક હનુમાન ચાલીસા પાઠ અને ભવ્ય આતસબાજી પણ યોજાઈ હતી. અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
Grand Bike Rally Organised : પ્રભુ શ્રીરામ ના ભક્તો હાલ રામભક્તિ માં રંગાયા
સમગ્ર દેશ અને વિશ્વના અનેક દેશો માં હાલ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને ઉત્સવનું માહોલ છે. ત્યારે નાના શહેરો અને ગારમી વિસ્તારમાં પણ પ્રભુ શ્રીરામ ના ભક્તો હાલ રામભક્તિ માં રંગાયા છે. ત્યારે દરેક સનાતની હિન્દુ પોતાની રીતે પોતાની ભક્તિ નું પ્રદર્શન કરી રહ્યા છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :