Shabri Yatra
Shabri Yatra: સી.આર પાટીલે માંગરોળમાં હનુમાનદાદા મંદિરે દર્શન કરી શબરીયાત્રાનુ કરાવ્યું પ્રસ્થાન - INDIA NEWS GUJARAT

Shabri Yatra: વિશ્વના સૌથી પ્રાચીન સનાતન હિંદુ ધર્મના કરોડો હિંદુ ધર્મપ્રેમી અનુયાયીઓની આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યાના નવનિર્મિત ભગવાન શ્રીરામના મંદિરમાં, આગામી તારીખ : ૨૨-૦૧-૨૦૨૪ના રોજ પ્રભુ શ્રી રામની દિવ્ય મૂર્તિની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.

Shabri Yatra: પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માંગરોળની મુલાકાતે

જે સંદર્ભે, માંગરોળનાં જલેબી હનુમાનજી મંદિર સમિતિ દ્વારા નવસારી લોકસભા બેઠકના સાંસદ સી આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ, માતા શબરી યાત્રા અને મહાઆરતીનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.પાટીલે માંગરોળ તાલુકામાં આવેલ જલેબી હનુમાન દાદા મંદિરે દર્શન કરી શબરીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

આગામી 22 મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. અનેક ધાર્મિક કાર્યક્રમો જીલ્લાં સહીત તાલુકાઓમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં આવેલ જલેબી હનુમાન દાદાનાં મંદિરે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહી દર્શન કરી શબરી યાત્રાનુ પ્રસ્થાન કરાવ્યું હતું.

કાર્યક્રમમાં કાર સેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું

સાથેજ તેમને જણાવ્યું હતું કે આપણે સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ રામ મંદિરનું નિર્માણ થયું છે. આખો દેશ એક થયો છે રામ મંદિરનો વિરોધ કરે છે એના બધા વિરોધ કરતા થઈ ગયા છે. મારે આપ સૌને અભિનંદન એટલા માટે આપવાના છે કે સવારે 10 વાગ્યા સુધીમાં તો આ રેલીમાં જોડાવા માટે આટલી વિશાળ સંખ્યામાં તમે બધા આવ્યા છો. 1008 જેટલી બહેનો મહાઆરતીનો કાર્યક્રમ માટે રાખવામાં આવ્યો છે એમને તો જીવન આજે ધન્ય થઈ ગયું છે. કાર સેવકો જે અયોધ્યા ગયા હતા તેમનું આજે સન્માન કરવામાં આવશે. વર્ષો પહેલા ખૂબ તકલીફ વેઠીને જે કાર સેવકો અયોધ્યા ગયા હતા તેઓને સન્માનનો અધિકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશમાંથી કાર સેવકોને દર્શનનો લાવો મળે તે માટે ટ્રેનની સુવિધા કરી છે જેથી અયોધ્યા જવા માટે પણ હવે સરળતા રહેશે..

જિલ્લાના માંગરોળ ખાતે શબરી યાત્રામાં ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ નું નિવેદ આખા દેશમાં ભાગલા પાડવા માટે આ જવાબ છે કે એકપણ કાકારી ચારો કર્યા વગર બધાને સાથે રાખી વડાપ્રધાનએ રામ મંદિરનું નિર્માણ કર્યું છે એ એક ઐતિહાસિક સમય છે. આ પ્રસંગે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ, માંગરોળનાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, રાજુ પાઠક સહિતના ભાજપ આગેવાનો તેમજ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તમે આ પણ વાચી શકો છો :

Ayodhya Ram Mandir:  અયોધ્યામાં સુરક્ષા સઘન, મંદિરની દેખરેખ માટે 3 સ્તરીય કોર્ડન 

તમે આ પણ વાચી શકો છો :

CBSE Board Exam 2024-25: 10મા-12મા બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર, પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે

SHARE