Woman Robs Old Lady: વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવટી ચાલક મહિલા ઝડપાઇ
વૃદ્ધ મહિલાઓને ઘેનયુક્ત પ્રદાર્થ સુઘાડી ચલાવતી લુંટ
સુરતના વરાછા વિસ્તારમાં વૃધ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી નશીલો પદાર્થ સુંઘાડી દાગીના સેરવી લેવામાં આવતાં હતાં. જેથી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તેમણે રીઢી મહિલા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લીધી હતી. આ મહિલા સામે અગાઉ પણ ઘણા ગુના નોંધાઈ ચૂક્યાં છે.
પોલીસ અમદાવાદ ખાતેથી ઝડપી અનેક ગુનાના ભેદ ઉકેલ્યા
ગત તારીખ 2જી જાન્યુઆરીના રોજ વયોવૃધ્ધ પોતાના ઘરની ગટર લાઇન જામ થઈ જતા ભેસ્તાન એસ.એમ.સી ઓફિસ ખાતે ગયા હતાં. ત્યાંથી પરત આવતા હતા ત્યારે ઉધના હરીનગર પાસેથી અજાણી મહિલા પાસે આવી અને પોતે ઓળખતી હોવાનો ડોળ કરી વાતચીત કરી હતી. બાદમાં દુપટ્ટામાં નશીલો પદાર્થ સુંઘાડી બેભાન જેવી બનાવી, કુલ 75 હજારના દાગીના ઉતારી લીધા હતાં.
આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી સી.સી.ટી.વી સહિતના ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી સૈઈદા બીબી ઉર્ફે સલમા ફિરોજખાન અશરફખાન પઠાણને ઝડપી લીધી હતી. આ આરોપી મહિલાને અમદાવાદના સાબરમતી રત્નપેલેસ હોટલ ખાતેથી પકડીને પૂછપરછ કરવામાં આવતાં તેણીએ ગુનાની કબુલાત કરી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Woman Robs Old Lady: અનેક મહિલાઓને અત્યાર સુધી શિકાર બનાવ્યા
આ તસવીરોમાં દેખાતી મહિલા આરોપીનું નામ આરોપી સૈઈદા બીબી ઉર્ફે સલમા ફિરોજખાન અશરફખાન પઠાણ છે જે એક ખુબજ ચાલક અપરાધી છે. જે પોતાના શિકાર શોધવા વૃદ્ધ મહિલાઓનો પીછો કરી એકાંત જગાએ એ મહિલાને ઓળખતી હોવાનો ઢોંગ કરીને વાત માં ભોળવી ને ઘેનયુક્ત પ્રદાર્થ સુઘાડી ને બેહોસ કરીને વૃદ્ધ મહિલાઓના દાગીના કાઢી લઈને ફરાર થઈ જતી હતી. મૂળ આણંદની રહેવાસી આ ચાલાક મહિલાને પોલીસ અમદાવાદ ખાતે થી ઝડપી લઈને અનેક ગુનાના ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.
તમે આ પણ વાચી શકો છો :
Bharat Jodo Nyay Yatra Update: રાહુલ ગાંધીના હિમંતા બિસ્વા સરમા પર પ્રહાર
તમે આ પણ વાચી શકો છો :
Lover Attacks Girlfriend In Rage: સુરતમાં પ્રેમ પ્રકરણને લઈ એકજ સપ્તાહમાં બીજી ઘટના