વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે માંડવી તાલુકાના વિસડાલિયા ખાતે રામ વન કવચ અને કાચી ઘાણી તેલ યુનિટનું લોકાર્પણ
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે માંડવી તાલુકાના વિસડાલિયા ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં રામ વન કવચ અને કાચી ઘાણી તેલ યુનિટનું લોકાર્પણ કરાયું હતું.
માંડવીના વિસડાલિયા ક્લસ્ટરમાં સખી મંડળીની બહેનોને રોજગારી મળી રહે તે હેતુથી કાચી ઘાણી તેલ યુનિટ શરૂ કરાયું છે. આ યુનિટથી આસપાસના વિસ્તારના નાગરિકોને કાચી ઘાણીનું શુદ્ધ તેમજ સ્વાસ્થ્યપ્રદ તેલ ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઇ રાઠોડ, અગ્ર મુખ્ય વનસંરક્ષક યુ.ડી સિંઘ, મુખ્ય વન સંરક્ષક સુરત ડૉ.કે. શશિકુમાર, નાયબ વન સંરક્ષક-સુરત આનંદકુમાર, જિ.પંચાયત સભ્ય અનિલભાઈ ચૌધરી, ગીતાબેન અગ્રણી દિનેશભાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ, વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.