HomeGujarat500 Students Form Human Chain: સુરતમાં વેડ રોડ ગુરુકુળમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા...

500 Students Form Human Chain: સુરતમાં વેડ રોડ ગુરુકુળમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિદ્યાર્થીઑ માનવ સાંકળ બનાવી ધનુષ્યનું ચિત્ર બનાવ્યું – INDIA NEWS GUJARAT

Date:

500 Students Form Human Chain: ગુરુકુળ શાળાના વિદ્યાર્થીઑ દ્વારા ધનુષ્યની આકૃતિ બનાવાય
ભગવાન રામ પ્રત્યે બાળકોએ પોતાની ભક્તિ રજૂ કરી

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ વિવિધ સંસ્થાઓ અને સ્કુલો દ્વારા રામ મંદિરના આ ઐતિહાસિક દિવસની ઉજવણી માટેની તૈયારી કરવામાં આવી છે.

ત્યારે સુરતના વેડરોડ સ્થિત ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવ સાંકળ રચી ધનુષ્ય બનાવીને આ ઉજવણીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

500 Students Form Human Chain : 500 બાળકો દ્વારા અલગ અલગ રંગના ગણવેશ પહેરાયા

રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સુરતમાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના વેડરોડ સ્થિત ગુરૂકુળમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને અનોખી રીતે શ્રીરામ લખી અને ધનુષ્યના આકારમાં વિદ્યાર્થીઓ બેસીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો. ગુરૂકુળમાં ભણી રહેલા બાળકોએ કતારબંધ ઉભા રહી ધનુષ્યની પ્રતિકૃતિ બનાવી હતી અને સાથે જ અલગ અલગ ગણવેશમાં આવેલા વિદ્યાર્થીઓએ બેસીને શ્રીરામ લખ્યું હતું. આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ આ રીતે ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવી હતી. વિશાળ ધનુષ્ય ની પ્રતિકૃતિ બનાવવા માટે બાળકો અલગ અલગ રંગના પોસાક માં કતારબંધ રીતે ધનુષ્ય આકારમાં ઊભા રહી આ ધનુષની આકૃતિ બનાવી હતી જે આકસી નજારામાં અદભૂત દેખાઈ રહી છે.

તમે આ પણ વાચી શકો છો : 

Supernatural Rangoli/અયોધ્યાના ભવ્ય રામ મંદિરને સુરતની ભૂમિથી અલૌકિક રંગોળી સમર્પિત/INDIA NEWS GUJARAT

તમે આ પણ વાચી શકો છો : 

Sunil Shetty in Mahakal: સુનીલ શેટ્ટી મહાકાલ શહેરમાં પહોંચ્યા, આ કહ્યું – India News Gujarat

SHARE

Related stories

Latest stories