HomeGujaratRamleela By School Kids : ભગવા રંગમાં સજ્જ શાળાના બાળકોનું આકર્ષણ, શાળાઓ...

Ramleela By School Kids : ભગવા રંગમાં સજ્જ શાળાના બાળકોનું આકર્ષણ, શાળાઓ બની રામમય- વિદ્યાર્થી બન્યા રામ સીતા – India News Gujarat

Date:

Ramleela By School Kids : બાળકો વેશભૂષા સાથે ધાર્મિક રંગમાં રંગાયા. શાળા ઓમાં ગુરુકુળ શિક્ષા પદ્ધત્તિ જેવો માહોલ ઊભો થયો.

સરકારી સ્કૂલમાં પણ રામ જન્મભૂમિની ગુંજ

સુરતમાં રામ જન્મ ભૂમિ એવા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં તા.22 જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની રહેણાંક સોસાયટી સાથે શહેરની ખાનગી અને સરકારી સ્કૂલમાં પણ રામ જન્મભૂમિની ગુંજ સંભળાઈ રહી છે.

સુરત સહિત સમગ્ર ભારત રામમય બની રહ્યું છે

સુરતમાં સ્કુલ પાલિકાની હોય કે ખાનગી દરેક જગ્યાએ જયશ્રી રામના નારા સાંભળવા મળી રહ્યા છે. સુરતની અનેક સ્કુલો રામમય બની ગઈ છે. અને સ્કૂલમાં વિદ્યાર્થીઓ રામાયણના પાત્રોમાં આવી રહ્યા છે. તો કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ રામ નારા સાથે પ્રભાતફેરી પણ ફરી રહ્યાં છે. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા સુરત સહિત સમગ્ર ભારત રામમય બની રહ્યું છે. સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં ધજા લાગી રહી છે. તેની સાથે શહેરની ખાનગી અને પાલિકાની સ્કુલ પણ ગુરુકુલ જેવી બની રહી છે. ભગવાન રામની અયોધ્યામાં બની રહેલા પોતાના મંદિરમાં પધરામણી થવાની છે. ત્યારે આ ભવ્ય પ્રસંગની ઉજવણી સ્કૂલમાં શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

300 વિદ્યાર્થીઓ રામ નામ જાપ કરશે

સવારે શહેરની કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને રામાયણના પાત્રોના વેશ વિદ્યાર્થીઓ ધારણ કરી. ને પ્રભાત ફેરી ફરીને લોકોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે જાગૃતિ કરી રહ્યાં છે. ખાનગી અને સરકારી સ્કૂલના મકાન પર રોશની થઈ રહી છે. આ ઉપરાંત સ્કૂલમાં ડેકોરેશન તથા રામાયણ પર વકતૃત્વ સ્પર્ધા, રંગોળીનુ આયોજન. તેમજ રામાયણના પાત્રોમાં બાળકો માટે વેશભૂષા હરીફાઈ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક ખાનગી સ્કૂલમાં એક સાથે 300 વિદ્યાર્થીઓ રામ નામ જાપ કરશે. આ ઉપરાંત અનેક સ્કુલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યાં છે. તેના કારણે સુરતની અનેક સ્કુલ મીની અયોધ્યા હોય તેવો માહોલ ઉભો થયો છે.

Ramleela By School Kids : પ્રભુ રામનો મહિમા સમજાવમ આવ્યું

બાળકોમાં નાનપણથી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા સાથે ધાર્મિક જ્ઞાન મળે. એવા હેતુ સાથે શહેરની શાળાઓમાં બાળકોને વેશભૂષા સહિતની લોકગીતો અને પ્રભુ રામનો મહિમા સમજાવી. બાળકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ સહિત સમજ આવે એવા પ્રયાસો થઈ રહ્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

“Ab Ki Baar Modi Sarkar” : વોલ પેઇન્ટિંગ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખનો ચૂંટણી પ્રચાર આરંભ “અબ કી બાર 400 કે પાર” “એક બાર ફીર મોદી સરકાર”

તમે આ પણ વાચી શકો છો :

Pilgrimage Cleanliness Campaign/સ્વચ્છતા હી સેવા: તીર્થસ્થળોની સ્વચ્છતા ઝુંબેશ-સુરત

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories