HomeGujaratGujarat Tribal Cricket: વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા કરશે ટ્રાઈબલ યુવાનો નું...

Gujarat Tribal Cricket: વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા કરશે ટ્રાઈબલ યુવાનો નું સિલેક્શન- INDIA NEWS GUJARAT

Date:

Gujarat Tribal Cricket: ટ્રાઈબલ યુવાનોમાં રહેલી પ્રતિભા ઉજાગર કરવાનું ઉત્તમ પ્લેટફોર્મ
વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા આપશે યુવાનોને તક
હેલી રાવના ડ્રીમ પ્રોજેક્ટ માટે સિલેક્શનનો પહેલો દિવસ
ત્રણ દિવસ સુધી ટ્રાઈબલ યુવાનોનું સિલેક્શન ચાલશે

દક્ષિણ ગુજરાતનાં ટ્રાઈબલ યુવાનો માટે સોનેરી તક

ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર આદિવાસી ભાઈઓ માટે એક પહેલ કરવામાં આવી છે. જેમાં આદિવાસી સમાજના યુવકો અને બાળકો દ્વારા ક્રિકેટમાં તેમની કેટલી કુશળતા છે તે બતાવવા નો મૌકો મળ્યો છે. વાંસદાના ગાંધી મેદાનમાં હેલી રાવ, વિરાટ કોહલીના કોચ એવા રાજકુમાર શર્મા અને તેમની સાથે સુનિલ યશ કાલરાની ઉપસ્થિતી ટ્રાયબલ ક્રિકેટ ટેલન્ટ હન્ટ નું આયોજન કરાયું છે. જેમાં આદિવાસી યુવાનો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરીને ઉત્તમ તક ઝડપી લેવા આતુર બન્યા છે.

Gujarat Tribal Cricket: રાજકુમાર શર્માના નેતૃત્વમાં યોજાઇ રહ્યું છે સિલેક્શન

વાંસદામાં શરૂ થયેલ ગુજરાત ટ્રાઇબલ ક્રિકેટ હન્ટ ત્રણ દિવસ માટે યોજાયો છે. આ કાર્યક્રમ હેઠળ સુરત, તાપી, વલસાડ, સેલવાસ, દાદરા નગર હવેલી, નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓ અને શહેરોમાંથી આદિવાસી સમાજના બાળકો જોડાઈ શકે છે.

ત્રણ દિવસ સુધી યોજનારા આ કાર્યક્રમમાં આજરોજ નવસારી અને ડાંગમાંથી આવેલ લોકો દ્વારા ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવશે. ત્યારબાદ 20 તારીખના રોજ તાપી અને સુરતના લોકો પોતાની ઉત્કૃષ્ટ કળાનું પ્રદર્શિત કરશે અને અંતે વલસાડ સેલવાસ દાદરા નગર હવેલીના યુવા આદિવાસી બાળકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ તમામ જિલ્લાઓ અને શહેરોમાંથી ઉત્કૃષ્ટ ક્રિકેટ કળાનું પ્રદર્શન કરનાર યુવકો અને બાળકોને સિલેક્ટ કરવામાં આવશે. અને તેમને વિરાટ કોહલીના કોચ એવા રાજકુમાર શર્માજીના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

ગુજરાતમાં સૌપ્રથમવાર ટ્રાઈબલ ક્રિકેટ હન્ટનું આયોજન

ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વાર યોજાયેલ આદિવાસી સમાજ માટેનું આ કાર્યક્રમ સૌથી મોટો કાર્યક્રમ બને અને આદિવાસી સમાજના બાળકો અને યુવકો પોતાની પ્રતિભાને વિશ્વ ફલક પર લાવે તે ઉદ્દેશથી રાખવામાં આવેલ છે. સિલેક્ટ થયેલ ટ્રાઈબલ યુવાનો ને વિરાટ કોહલી ના કોચ અને એમની ટીમ દ્વારા ટ્રેનિંગ મળશે. આ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમોને ટ્રોફી સિલડ સહિત રોકડ રાશિનું પુરસ્કાર રૂપે આપવામાં આવશે.

તમે આ પણ વાંચી શકો છો:  

Vadodara Boat Incident Update: બાળકોના મોત માટે કોણ જવાબદાર? – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:  

PM MODIએ રામ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં 20થી વધુ દેશોની ટિકિટ સામેલ-INDIA NEWS GUJARAT


SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories