Dead Bodies Found In Closed House : અંદરથી બંધ રૂમમાં બંને મૃતદેહ પોલીસને મળ્યા. પોલીસ હત્યા સાથે આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી.
મૃતદેહ મળી આવ્યો હતો
સુરતના ઉધના વિસ્તારમાં બંધ મકાનમાંથી બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઉધના વિસ્તારના આવેલ ઓમ સાઈ જલારામ નગર વિભાગ 2 ના મકાન નંબર 49 માંથી એક યુવક અને એક છોકરી નો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો જણાવ્યા અનુસાર મૃતક યુવકનું નામ વિજય ગોહિલ જેની ઉંમર આશરે 28 છે. અને બીજી છોકરી કે જેનું નામ રિયા કોઠારી છે તેની ઉંમર આશરે 18 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ ઉધના પોલીસ ઘટના પહોંચી તપાસ શરૂ કરી છે.
દોરા બનાવવાની મશીનમાં કામ કરતો
સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ઓમ સાઈ જલારામ નગર વિભાગ બે માં વિજય ગોહિલ અને તેની માતા છેલ્લા એકાદ મહિનાથી ભાડાના મકાનમાં રહે છે. વિજય ગોહિલ દોરા બનાવવાની મશીનમાં કામ કરતો હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે રિયા એક કાપડની દુકાનમાં કામ કરતી હોવાનું માલુમ પડ્યું છે. સવારના સમયે રિયા રાબેતા મુજબ નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળી હતી. પરંતુ તેનો મૃતદેહ આ વિજય ગોહિલના ઘરેથી મળી આવ્યું હતું. રિયાના મૃતદેહ પાસે જ વિજય ગોહિલ જે અહીં ભાડેથી રહેતો હતો. તેનો પણ મૃતદેહ સીલીંગની સાથે કોઈ દુપટ્ટા કે દોરી વડે બાંધેલ હાલતમાં લટકતી હાલતમાં મળી આવેલ હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.
Dead Bodies Found In Closed House : બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું
અંતે પોલીસે દરવાજો તોડી અંદર જઈ જોયું તો મૃતક યુવક અને છોકરીની ડેડબોડી પડી હતી. હાલ ઉધના પોલીસે આજુબાજુમાં રહેતા લોકો અને મૃતકોના સગા સંબંધીઑના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે. પરંતુ અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી આ બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે મર્ડર વિથ સુસાઇડની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :