HomeEntertainmentHeartwarming Air Show : 20 જાન્યુઆરીએ દિલધડક એર-શો હોક એમકે-132 એડવાન્સ જેટ...

Heartwarming Air Show : 20 જાન્યુઆરીએ દિલધડક એર-શો હોક એમકે-132 એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટ નો એર-શો – India News Gujarat

Date:

Heartwarming Air Show : સુરતનું ગગન ફાઇટર પ્લેનના અવાજથી ગુંજ્યું ઇન્ડિયન એરફોર્સના સૂર્ય કિરણની ટીમના દિલધડક કરતબ ભરૂચમાં 20 મી એ થશે એર-શો.

સુરતનું આકાશ ફાઇટર પ્લેનના અવાજથી ગુંજી ઉઠયું

ભરૂચ ખાતે 20 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમનો દિલધડક એર-શો થવા જઈ રહ્યો છે. ત્યારે સૂર્યકિરણ એરોબેટિક ટીમ ગત રોજ સુરત ખાતે પહોંચી હતી. આ ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેથી સુરતનું આકાશ ફાઇટર પ્લેનના અવાજથી ગુંજી ઉઠયું હતું.

એર-શોનાં રિહર્સલ કરવામાં આવ્યું

20 જાન્યુઆરીએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ભરૂચના દહેગામ ખાતે 15:00 થી 16:30 કલાક સુધી ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો દિલધડક એર-શો યોજાનારો છે. જે એર-શોનાં રિહર્સલ કરવામાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના ફાઇટર પ્લેને સુરતના ગગનને ગજાવ્યું હતું. ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ 9 ફાઇટર પ્લેનની છે. જેની સ્થાપના 1996માં થઈ હતી.

Heartwarming Air Show : સૂર્યકિરણ ટીમને 2011 બાદ વિખેરી નાખવામાં આવી

શરૂઆતમાં આ ટીમ કિરણ નામના પ્રમાણમાં ધીમી ગતિના ટ્રેનર જેટ પ્લેન સાથે 2011 સુધી એર શો કરતી હતી. સૂર્યકિરણ ટીમને 2011 બાદ વિખેરી નાખવામાં આવી હતી અને 2017માં એનું ફરી ગઠન કરવામાં આવ્યુ હતુ. 2017થી સૂર્યકિરણ ટીમ હોક એમકે-132 નામના એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. આજ એરક્રાફ્ટ દ્વારા આગામી 20 મી તારીખે ભરૂચ મુકામે ભવ્ય એર શો નું આયોજન કરાયું છે. જેની હાલ પ્રેક્ટીશ કરવામાં આવી રહી છે.

તમે આ પણ વાચી શકો છો :

INDI Alliance Meet: કોંગ્રેસ-સપા વચ્ચે UPમાં સીટ વહેંચણી મામલે થઈ વાત

તમે આ પણ વાચી શકો છો :

Mumbai-Surat Superfast Train: કૃપા કરીને ધ્યાન આપો…! –

SHARE

Related stories

Latest stories