HomeBusiness44 Lakhs Worth Chemical Seized: સુરત હાઇવે પર થી બાયો ડીઝલ જેવું...

44 Lakhs Worth Chemical Seized: સુરત હાઇવે પર થી બાયો ડીઝલ જેવું કેમિકલ ઝડપાયું, કંપની સામે કાર્યવાહી શરૂ – INDIA NEWS GUJARAT

Date:

44 Lakhs Worth Chemical Seized: બે આરોપી સહિત સેલવાસની કંપનીના સંચાલક વોન્ટેડ

પોલીસ ટેન્કર ચાલક સહિત બેની ધડપકડ કરી

સુરત સચીન પલસાણા-હજીરા હાઇવે ઉપર આવેલા વાંઝ બ્રીઝ નજીકથી સચિન પોલીસે કેમિકલથી બનાવેલા બાયો ડીઝલ જેવા ભળતા ઇંધણ ભરેલા ટેન્કરને ઝડપી પાડી 18 હજાર લિટર બાયો ડીઝલ પકડી પાડ્યું હતું. પોલીસે બે ઇસમો સહિત રૂ. 43.35 લાખના મુદ્દામાલ કબ્જે કર્યું છે. સાથે જ પ્રતિબંધિત બાયો ડિઝલ ક્યાંથી ક્યાં લઈ જવાતું અને કોણ તેના માલિક છે તે સહિતની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

44 Lakhs Worth Chemical Seized: પ્રતિબંધિત બાયો ડીઝલ જેવું કેમિકલ ઝડપાયું

સચીન પલસાણા-હજીરા હાઇવે વાંઝ બ્રીઝ નજીક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિક્લથી બનાવેલા બાયો ડીઝલ જેવું ભળતુ ઇંધણનું ફ્યુલ લાવીને ઠાલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસ રેઇડ કરી એક ઇસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઈંધણનું નિરીક્ષણ કરવા તથા જરૂરી નમુના મેળવવા માટે એફ.એસ.એલ. અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા.

ટેન્કર સહિત 44 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો

પરીક્ષણ દરમ્યાન બાયોડીઝલ જેવુ ભળતુ ઈંધણ મંગાવનાર આશિષકુમાર જગદીશભાઈ પટેલ આવી જતા પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા ઈસમો પાસેથી બાયો ડીઝલ જેવુ ભળતુ ઈંધણ 18 હજાર લીટર જે પૈકી એક લિટરની કિં.રૂ. 90 લેખે કિં.રૂ. 16.20 લાખ, ટેન્કરની કિંમત 12 લાખ અને બ્રેઝા કારની કિં.રૂ. 6 લાખ તથા બન્ને ઇસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના 2 મોબાઇલ ફોનની કિં.રૂ. 15 હજાર મળી કુલ્લે કિં.રૂ. 34.35 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ કિશોર અનિલ યાદવ તથા આશિષકુમાર જગદીશભાઇ પટેલની ધરપકડ કરાઈ છે જ્યારે આરોપી જવલકુમાર કનુભાઇ પટેલ, પિયુષ પટેલ, અને JEYENKAY PETROGELS PVT.LTD. સેલવાસના અધિકૃત અને જવાબદાર ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તમે આ પણ વાચી શકો છો :

RAM MANDIR: :ભગવાન રામથી મોટું કોઈ નથી”શંકરાચાર્યના અભિષેકમાં હાજરી ન આપવા પર CM YOGIનું નિવેદન

તમે આ પણ વાચી શકો છો :

Pakistan’s ‘serious consequences’ warning after Iran attacks in Balochistan killing 2: બલૂચિસ્તાનમાં ઈરાનના હુમલામાં 2ના મોત બાદ પાકિસ્તાનની ‘ગંભીર પરિણામો’ની ચેતવણી

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories