Road Safety Month: તાપી પોલીસ વિભાગ અને તાપી જિલ્લા આર.ટી.ઓ વિભાગ દ્વારા સંયુક્તક્રમે માર્ગ સલામતી મહિનાની ઉજવણીનાં ભાગરૂપે સડક સુરક્ષા- જીવન રક્ષા અભિયાનનો કાર્યક્રમ જિલ્લાના વ્યારાથી પ્રારંભ કર્યો હતો. જેમાં તાપી જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ અધિકક્ષ અને એઆરટીઓ સહિત મોટી સંખ્યામાં વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
માર્ગ સલામતી મહિનાનું આરંભ
તાપી જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનાં હેતુથી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વાહન ચાલકો માટે અકસ્માત નિવારવા, ડ્રાઈવિંગ કરતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અકસ્માતથી થતા અકાળે મૃત્યુ અંગે મૃતક અને તેના પરિવારજનો પર પડતી આપદા અંગે ઉપસ્થિતો ને અવગત કરાયા હતા. સાથે કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી હતી. તથા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને આજના દિવસે ફૂલ આપી નિયમોનું ગાંધી ચીંધ્યા માર્ગે જ્ઞાન કરાવ્યું હતું.
Road Safety Month: ટ્રાફિક નિયમો અને સલામતી વિષે જાગૃતિ
કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહએ જનતાને અપીલ કરી હતી કે ટ્રાફિકનાં નિયમોનું અચૂક પાલન કરવું જોઈએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ અધિકક્ષ રાહુલ પટેલે પણ જણાવ્યું હતું કે, વાહન લઇને નિકળવું રોજબરોજની જરૂરીયાત છે. પરંતું તેની સાથે માર્ગ સલામતીની તકેદારી રાખવી આપણી ફરજ છે. તેમણે કોઇનું જીવન બચાવવાથી ઉમદા કામ કોઇ નથી એમ ઉમેરી વાહન ચલાવતી વખતી પાળવાના નિયમો અંગે સૌને અવગત કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ , તાપી જીલ્લા પોલીસ અધીક્ષક રાહુલ પટેલ અને તાપી એ.આરટીઓ એસ.કે.ગામીત સહિત આરટીઓ અને પોલીસ વિભાગનો સ્ટાફ તથા વ્યારા નગરના યુવાનો બહોળી ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી શકો છો:
Gujarat University Degree Case: સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં ટ્રાયલ પર લગાવી રોક – India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો: