The Creativity Of Ram Energy : રામ શ્લોક રામોત્સવની ઉજવણીમાં ગર્ભવતી મહિલાઓની અનોખી ભક્તિ 21 વખત ક્રિએટિવ રીતે રામ નામનો મંત્રો લખ્યા નેશનલ અને ઇન્ટરનેશનલ ભાષામાં રામનું નામ લખ્યું.
42 સગર્ભા મહિલાઓએ ભાવના પ્રદાન કરી
શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં લોકો પોતપોતાની રીતે આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ કંઈક અનોખું પ્રદાન કરી રહ્યો છે. કોઈ ટેટુ પડાવી, કોઈ ધજા છપાવી, કોઈ ટોપી છપાવી રામોત્સવની તૈયારી કરી રહ્યા છે. ત્યારે સુરતમા 42 સગર્ભા મહિલાઓએ પણ એક અનોખી રીતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની ભાવના પ્રદાન કરી છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના અણુએ અણુ અને કણ કણમાં રામ ઉર્જા સાક્ષાત વિદ્યમાન છે.
ભાવનાકીય અને ઈમોશનલ સ્તરને ઈશ્વર સન્મુખ વાળવાનો આ પ્રયાસ
- ત્યારે સુરતની સગર્ભા મહિલાઓએ ભગવાન રામને પોતાની રીતે કંઈક અનોખું અર્પણ કરવા ‘જય શ્રી રામ’ આ મહામંત્રને 21 નેશનલ અને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં 21 વખત ક્રિએટિવ રીતે લખ્યો છે.
- રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં લોકો પોત પોતાની રીતે આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ કંઈક અનોખું પ્રદાન કરી રહ્યો છે.
- ત્યારે સુરતની 42 સગર્ભા મહિલાઓએ પણ એક અનોખી રીતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની ભાવના પ્રદાન કરી છે.
- અને પોતાની ગર્ભાવસ્થાને આધ્યાત્મક સાથે જોડીને રામ નામનો સંદેશો આપ્યો છે. આ અંગે ગર્ભ સંસ્કારના કાઉન્સેલર અમીષા બેનએ કહ્યું કે આ રામ નામ 21 વખત અલગ અલગ નેશનલ અને ઇન્ટરનેશનલ ભાષામાં લખવામાં આવ્યા છે.
- એટલે કે 21× 21 = 441 અને 4+4+1=9. આમ નવનો આંકડો અત્યંતિક શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીરામની જન્મ દિવસ એટલે રામ નવમી.
- 27 નક્ષત્ર. એટલે કે 7+2=9, નવધા ભક્તિ, નવગ્રહ અને સગર્ભાવસ્થાના મહિના પણ નવ, આમ આ સમર્પિત ભાવ સાથે લેંગ્વેજ અને રામ નામના સ્પંદન થકી બાળકના ભાવનાકીય અને ઈમોશનલ સ્તરને ઈશ્વર સન્મુખ વાળવાનો આ પ્રયાસ છે.
- ભારતની માટીમાંથી જન્મ લીધેલ આપણે જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે પણ સતયુગથી લઈને કલયુગ સુધી’ રામ’ બોલીને જ સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે.
- આમ અંતથી આરંભ અને આરંભથી અંત રામ વગર શક્ય નથી. આમ આ જ ઉદ્દેશ્યથી આ કાર્ય ખૂબ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી કરવામાં આવ્યું છે.
5000 વાર ભગવાન રામનું નામ લખ્યું
પ્રભુ શ્રી રામના મંત્રને પાંચ હજાર વાર લખીને ધન્યતા અનુભવતી સગર્ભા ડો. વિશ્વાબેન પટેલ કહે છે કે રામ નામના સ્પંદન થકી બાળકના ભાવનાકિય સ્તરને ઈશ્વર સન્મુખ વાળવાનો આ એક અનોખો પ્રયાસ છે. 21 અલગ અલગ લેંગ્વેજમાં શ્રીરામનું મંત્ર ક્રિએટિવ રીતે મહિલાઓ માની રહી છે. કે હાલ સમગ્રદેશ રામનાં આગમનનો મહોત્સવ મનાવી રહ્યો છે. ત્યારે અમે પણ અમારા બાળકમાં રામનાં જેવા ગુણો આવે અને ભગવાનના આગમનને વધાવીએ તે ઉદ્દેશ્યથી જ આ રામ નાં નામ લખ્યા છે. મે 5000 વાર ભગવાન રામનું નામ લખ્યું છે. અને આ મંત્ર જ્યારે અમે લખ્યું ત્યારે મને પોઝિટિવ એનર્જી મળી છે.
મહિલાઑ અતિ ઉત્સાહિત રહે છે
ગર્ભ સંસ્કારને લઈને પ્રાચીનકાળ માં અર્જુન પુત્ર અભિમન્યુની વાત અતિ પ્રચલિત છે. અને એના ઉદાહરણ પછી સગર્ભા અવસ્થા માં સંસ્કારને લઈને મહિલાઑ અતિ ઉત્સાહિત રહે છે. ત્યારે પ્રભુ શ્રીરામ જેવા સંસ્કારો અને આદર્શ વ્યવકતીત્વ પોતાના બાળકમાં પણ આવે એવી આશા સાથે હાલ આ 42 સગર્ભા મહિલાઓ ગ્રાભ સંસ્કારને લઈને રાભું શ્રી રામનું સ્મરણ કરી રહી છે.
તમે આ પણ વાચી શકો છો :
Daman Kite Festival 2024: દમણ દરિયાકિનારે થઈ ઉતરાયણ ની ધામ-ધૂમપૂર્વક ઉજ્જવણી
તમે આ પણ વાચી શકો છો :