SHARE
HomeGujaratFree Distribution Of Safety Belts : RTO સુરત દ્વારા નેશનલ સેફટી મંથ...

Free Distribution Of Safety Belts : RTO સુરત દ્વારા નેશનલ સેફટી મંથ અંતર્ગત વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા ૧૫૦૦ નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ – India News Gujarat

Date:

સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ

Free Distribution Of Safety Belts : સુરત આરટીઓ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી(DTEWS) દ્વારા નેશનલ સેફ્ટી મંથ અંતર્ગત વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવાના હેતુસર નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને સિનિયર સિવિલ જજની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં એડવોકેટ અને કોર્ટ સ્ટાફ સહિત ૧૫૦૦ જેટલા નેક સેફટી બેલ્ટનું વિતરણ કરાયું હતું. ઉપરાંત, આરટીઓ કચેરીના AIMVશ્રી તેમજ પોલીસ વિભાગના ઇન્સ્પેકટરોની ઉપસ્થિતિમાં આરટીઓ પાલ-ઉમરા બ્રિજ સર્કલ પાસે પણ રોડ સેફ્ટી બેલ્ટ વિતરણ કરાયા હતા.

Free Distribution Of Safety Belts

કમિટી અને આરટીઓ ટીમના સભ્યો ઉપસ્થિત

આ કાર્યક્રમમાં સુરત આરટીઓ કચેરીના રોડ સેફ્ટી નોડલ અધિકારી કે.બી.પટેલ, કલરટેક્સ-પાંડેસરા, ધી સોસાયટી ઓફ ફિઝિકલ હેંડીકેમ્પ, પેરા સ્પોર્ટ્સ એસો.ના પ્રમુખ મહેશભાઈ શાહ અને આનંદભાઈ શાહ તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસા.ના પ્રમુખ બ્રિજેશ વર્મા, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, અકસ્માત નિવારણ કેન્દ્રના રાજુભાઈ ઠકકર અને બેલા સોની, DTEWS કમિટી અને આરટીઓ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Free Distribution Of Safety Belts : ૬ જાન્યુ.થી સેફ્ટી બેલ્ટ વિતરિત કરાઈ રહ્યા છે,

નોંધનીય છે કે, ગત તા.૬ જાન્યુ.થી સેફ્ટી બેલ્ટ વિતરિત કરાઈ રહ્યા છે, ત્યારે આવતીકાલ તા.૧૩મીએ સવારે ૧૧:૦૦ વાગ્યે રોકડિયા હનુમાન ચોકી ચાર રસ્તા, ઉધનામાં સેફ્ટી બેલ્ટ વિતરણ કરાશે. વધુ વિગત માટે મો.૯૭૨૪૨ ૭૭૭૭૧ ઉપર સંપર્ક કરવા DTEWS ની યાદીમાં જણાવાયુ છે.

તમે આ પણ વાચી શકો છો :

Bharuch – Elementary School Repainted: પ્રાથમિક શાળા ને કંસાઈ નેરોલેક્ પેઈન્ટ્સ કંપની અને રોટરી ક્લબ ના સહિયારા પ્રયાસથી રંગરોગન કરવામાં આવ્યું

તમે આ પણ વાચી શકો છો :

Glory Of Ashok Tree : લંકામાં માતા સીતાને આસરો આપનાર અશોક વૃક્ષનું મહત્વ સદીઓ પૌરાણિક અશોક વૃક્ષનો અનોખો મહિમા 

SHARE

Related stories

Latest stories