HomeGujaratBharuch - Elementary School Repainted: પ્રાથમિક શાળા ને કંસાઈ નેરોલેક્ પેઈન્ટ્સ કંપની...

Bharuch – Elementary School Repainted: પ્રાથમિક શાળા ને કંસાઈ નેરોલેક્ પેઈન્ટ્સ કંપની અને રોટરી ક્લબ ના સહિયારા પ્રયાસથી રંગરોગન કરવામાં આવ્યું – INDIA NEWS GUJARAT

Date:

Bharuch – Elementary School Repainted: અરગામા પ્રાથમિક શાળા રંગરોગન કરવામાં આવ્યું

6 લાખથી વધુ ના ખર્ચે થયું શલનું રંગકામ

વાગરાના અરગામાં આવેલી પ્રાથમિક શાળા મળ્યો નવો રૂપ. કંસાઈ નેરોલેક્ પેઈન્ટ્સ કંપની અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ના સહિયારા પ્રયાસથી પ્રાથમિક શાળાને રંગરોગન કરવામાં આવ્યું. બાળકો ને આકર્ષીત કરવા માટે શાળાની દીવાલો ઉપર પણ સુંદર ચિત્રો બનાવી આપવામાં આવ્યા છે.

Elementary School  Painting  By Nerolec

બાળકો ને આકર્ષીત કરવા શાળાની દીવાલ પર બનાવ્યા સુંદર ચિત્રો

અરગામાં આવેલી પ્રાથમિક શાળાને નવો રંગ મળ્યો. શાળાની ઇમરતોને રૂપિયા 6 લાખથી પણ વધુ ના ખર્ચે રંગરોગાન કરવામાં આવી હતી. કંસાઈ નેરોલેક્ પેઈન્ટ્સ કંપની અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ના સહિયારા પ્રયાસથી રંગરોગન કરવામાં આવ્યું છે. શાળાનું નવીનીકરણ કરવા પાછળનું ઉદેશ્ય બાળકોને આકર્ષિત કરવું છે. બાળકો ને આકર્ષિત કરવા દીવાલો ઉપર સુંદર ચિત્રો બનાવી આપવામાં આવ્યા છે. દોરવામાં આવેલ આ ચિત્રો બાળકોને સરળ વસ્તુઓ સંખ્યાઓ, પ્રાણીઓ વિશે, સ્વચ્છતા વગેરે શીખે એવી પ્રેરણા થી બનાવ્યા હતા. સુંદર ચિત્રો ગામ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.

ત્યારે આજરોજ રંગરોગાન કરેલ અરગામાં શાળાની મુલાકાતે નેરોલેક કંપનીના રાજેશ પટેલ પ્લાન્ટ હેડ, પ્રણવ પારેખ HR મેનેજર, પરેશ પટેલ , CSO, ધર્મેન્દ્ર પટેલ, EHS ઇન્ચાર્જ, અનંત ઉપાધ્યાય, BSR ઇન્ચાર્જ, રઘુવીર સિંહ રાણા, પ્રોડકશન ઇન્ચાર્જ, સહિત ભરૂચ રોટરી ક્લબ પ્રમુખ રીઝવાના બેન અને તલકીન ભાઈ સહિત મોટી સંખ્યામાં  અન્ય લોકો પણ શાળા ની મુલાકાતે આવ્યા હતા જ્યાં શાળા ના પરિવાર વતી શાળા ના આચાર્ય શ્રીમતી ફિરોઝાબેને આવેલા અતિથિઓનું પુષ્પાકુંજ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું.

Bharuch – Elementary School Repainted: કંસાઈ નેરોલેક્ પેઈન્ટ્સ કંપની દ્વારા અરગામાં કરાયું સાર્વજનિક કાર્ય

કંસાઈ નેરોલેક્ પેઈન્ટ્સ કંપનીએ 2017 થી અત્યાર સુધી માં અરગામાં માં લગભગ 50 લાખ ના ખર્ચે નાના મોટા સમાજિક કર્યો કરેલા છે. તેમજ કંપની ના હેડ શ્રી રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે કંપની ભવિષ્ય માં પણ હંમેશા અરગામાં ગામની પાયા ની જરૂરિયાતો ને જરૂર ધ્યાનમાં લેશે અને જેટલી શક્ય થશે એટલી જરૂર મદદ કરશે.

આ પણ વાચો

DRDO conducts successful flight-test of ‘New Generation AKASH’ missile off Odisha coast: DRDOએ ઓડિશાના દરિયાકાંઠે ‘ન્યુ જનરેશન આકાશ’ મિસાઇલનું સફળ ઉડાન-પરીક્ષણ કર્યું – India News Gujarat

આ પણ વાચો:

 Delhi CM Kejriwal summoned for 4th time in liquor policy case: દિલ્હીના સીએમ કેજરીવાલને દારૂ નીતિ કેસમાં ચોથી વખત સમન્સ પાઠવવામાં આવ્યું – India News Gujarat

SHARE

Related stories

Latest stories