HomeGujaratKite String Slits Women's Throat : ડિઝાઇનર યુવતીનું દોરીથી ગળું ચિરાઈ જતા...

Kite String Slits Women’s Throat : ડિઝાઇનર યુવતીનું દોરીથી ગળું ચિરાઈ જતા મોત. મોપેડ લઈને જતી વખતે પતંગની દોરીએ જીવ લીધો. યુવતી​​​​​​​ નોકરી પર થી ઘરે જવા નીકળી ત્યારની ઘટના, ચાઈનીસ પતંગની દોરીએ આશાસ્પદ યુવતીનો ભોગ લીધો – India News Gujarat

Date:

Kite String Slits Women’s Throat returning to home from office.

મોપેડ લઈ પસાર થતી હતી યુવતી

નાના વરાછા બ્રિજ નજીક મોપેડ લઈ પસાર થતી એક યુવતીનું પતંગની દોરી વચ્ચે આવી જતા ગળું કપાઈ જવાના કારણે મોત નીપજ્યું છે. પતંગની દોરીથી ગળું કપાતા ઈજાગ્રસ્ત થયેલી યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે, જીવ બચાવી શક્યા ન હતા. સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે.
વી/ઑ :- મૂળ અમરેલીના સાવરકુંડલાના કેરાળા ગામની વતની અને મોટા વરાછાના અબ્રામા રોડ પર અમૃત રેસીડેન્સી ખાતે રહેતી 22 વર્ષીય દિક્ષીતા ઘનશ્યામભાઈ ઠુમ્મર જ્વેલરી ડિઝાઈનીંગનું કામ કરતી હતી. બુધવારે સાંજે 6 વાગ્યા આસપાસ દિક્ષીતા મોપેડ પર સવાર થઈ નોકરી પરથી ઘરે જવા માટે નીકળી હતી. દિક્ષીતા નાના વરાછા બ્રિજનો ઢાળ ઉતરતી વખતે પતંગની દોરી આવતા 108માં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. તે પહોંચે તે પહેલા મોત નીપજ્યું હતું. દિક્ષીતાને નાની બહેન ક્રિનલ અને ભાઈ રોમિત છે. દિક્ષીતાનો આગામી 22 ફેબ્રુઆરીએ જન્મદિવસ આવવાનો હતો. તેણીને કુકિંગ, રિડીંગ અને ટ્રાવેલિંગનો શોખ હતો. સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે.

IELTS માટે તૈયારી કરતી હતી યુવતી

દિક્ષીતાના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, તેણીની 6 મહિના પહેલા જ સગાઈ થઈ હતી. બુધવારે તેને કોઈક ફંક્શનમાં જવાનું હોવાથી નોકરી પરથી ઘરે જવા 1 કલાક વહેલા નીકળી હતી. સાંજનો સમય હોવાથી પતંગની દોરી દેખાઈ ન હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. દિક્ષીતાના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.બીકોમનો અભ્યાસ કરી ચુકેલી દિક્ષીતા IELTS માટે તૈયારી કરતી હતી.

તમે આ પણ વાચી શકો છો :

South Africa Car Crash Leads To Death Of 3 Indians : સાઉથ આફ્રિકાના સ્વાજીલેન્ડ ખાતે કાર અકસ્માત માં ત્રણ ના મોત,મૂળ ભરૂચ ના મનુબર ગામના વતની ત્રણ લોકો ના મોત નીપજ્યા હતા

તમે આ પણ વાચી શકો છો :

Surat Bags Cleanest City Tag : સુરતે સ્વચ્છતા સર્વેક્ષણમાં વગાડ્યો ડંકો સ્વચ્છ શહેરોમાં ઈન્દોર સાથે મેળવ્યો નંબર વનનો રેન્ક ત્રણ વર્ષથી બીજા નંબરે રહેતા સુરતને મળી મોટી સફળતા રાષ્ટ્રપતીના હસ્તે મેયર અને કમિશ્નરે એવોર્ડ સ્વીકાર્યો 

SHARE

Related stories

Latest stories