HomeGujaratSaree Inspired By Rammandir : રામાયણના અલગ અલગ પ્રસંગો સાથે સાડી બનાવાય,...

Saree Inspired By Rammandir : રામાયણના અલગ અલગ પ્રસંગો સાથે સાડી બનાવાય, સુરતના ઉદ્યોગપતિ દ્વારા શ્રીરામને સમર્પિત સાડી કરાઈ તૈયાર, જન્મથી લઈ રાવણ વધ સુધીની યાત્રાનું ચિત્ર થકી વર્ણન – India News Gujarat

Date:

Saree Inspired By Rammandir

ભગવાન રામના જીવનચરિત્રની ગાથા દર્શાવતી સાડી

  • આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે દેશભરના લોકો રામ ભક્તિમાં રંગાઈ ગયા છે. જ્યાં સુરતના કાપડ વેપારીઓ અને ઉદ્યોગકારો પણ બાકાત નથી.
  • જેમાં સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ડાઇંગ મિલ ધરાવતા વેપારી રામ ચરિત માનસ પર ભવ્ય સાડીઓ તૈયાર કરાવી છે.
  • જેમાં અલગ અલગ ચિત્રો અને લખાણ વડે ભગવાન શ્રીરામના જીવનચરિત્રની ગાથા દર્શાવવામાં આવી છે.

108થી વધુ વખત શ્રીરામ નામ લખવામાં આવ્યું

  • 22મી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી રહી છે.
  • સુરતના કાપડ ઉદ્યોગના વેપારીઓમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. જાણે સુરતનો કાપડ ઉદ્યોગ પણ રામ નામની ભક્તિમાં રંગાઈ ગયો હોય તેમ અલગ અલગ પ્રકારની સાડીઓ તૈયાર કરવામાં આવી છે.
  • જેમાં સુરતના સચિન જીઆડીસી વિસ્તારમાં ડાઇંગ મિલ ધરાવતા કાપડ વેપારી સૌરભ બૂટાણી દ્વારા જે ભવ્યાતિભવ્ય સાડીઓ તૈયાર કરવામાં આવી છે.
  • જે સાડીઓ અન્ય સાડીઓ કરતા અલગ તરી આવે છે. સૌરભ બુટાણીના જણાવ્યાનુસાર, આ સાડીઓમાં 108થી વધુ વખત શ્રીરામ નામ લખવામાં આવ્યું છે.
  • હિન્દૂ માન્યતા પ્રમાણે 108 નો અંક ખૂબ જ મહત્વ ધરાવે છે. જે વિચારથી સાડીમાં 108 વખતથી વધુ શ્રીરામ નામ લખવામાં આવ્યું છે. જ્યારે સાડીના પાલવવાળા ભાગમાં ભવ્ય રામ મંદિરનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે.
  • ઉપરાંત સાડીની બોર્ડરના ભાગે 20 થી વધુ પ્રાદેશિક ભાષાઓમાં શ્રીરામનું નામ લખવામાં આવ્યું છે. તેવી જ રીતે સાડીની બંને બાજુની બોર્ડર પર ભગવાન શ્રીરામ ના જન્મથી લઈ રાવણ વધ સુધીની યાત્રાનું ચિત્ર થકી વર્ણન દર્શાવવામાં આવ્યું છે.
  • જે ચિત્ર આજની યુવાપઢી નિહાળે તો રામાયણની યાદ આવી જાય તે પ્રકારનું સંપૂર્ણ વર્ણન સાડીમાં કરવામાં આવ્યું છે. બોડીના ભાગમાં રામ ચરિત્ર માણસના 350 થી વધુ શ્લોક સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે.
  • આમ, આગામી 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે તૈયાર કરવામાં આવેલ આ છ જેટલી સાડીઓ RSS, પીએમ મોદી, સીએમ અને ગૃહમંત્રી સહિત અયોધ્યા સ્થિત રામ મંદિર ખાતે મોકલવામાં આવશે.

તમે અ આપણ વાચી શકો છો :

Ram mandir on kite : પતંગના ભાવમાં વધારો હોવા છતાં વિશાલકાય રામ મંદિર વાળી પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસ્વીર વાળી પતંગ હોટ ફેવરેટ

તમે આપણ વાચી શકો છો :

Ram Mandir Akshat Kalash Yatra: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં અક્ષત કળશ યાત્રા યોજાય

SHARE

Related stories

Latest stories