HomeGujaratMobile Snatchers On Run - ARRESTED બે મોબાઈલ સનેચર ઝડપાયાપોલીસે અનેક ગુનાના...

Mobile Snatchers On Run – ARRESTED બે મોબાઈલ સનેચર ઝડપાયાપોલીસે અનેક ગુનાના ભેદ ઉકેલ્યા મુસાફરનું ધ્યાન ભટકાવી ચોરી કરતા સનેચરો 54 ચોરેલા મોબાઈલ સાથે બે ચોર ઝડપાયા – India News Gujarat

Date:

Mobile Snatchers On Run – ARRESTED : સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રીક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ફોનની ચોરી કરતી તેમજ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઇ છે. ખટોદરા પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 4.69 લાખની કિમંતના 54 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

4.69 લાખની કિંમતના 54 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે

સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરો સાથે મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે. સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી રોજે રોજ આ પ્રકારની અનેક ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે આવી એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસના સ્ટાફે બાતમીના આધારે રૂપાલી નહેર ચાર રસ્તા પાસેથી 36 વર્ષિય આરોપી શૈલેશ શંકરલાલ પરમાર અને 46 વર્ષીય અનીલ ઉર્ફે બાપિયા પ્રહલાદ સૈદાણેને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપી પડેલા આરોપીઓ પાસેથી 4.69 લાખની કિંમતના 54 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે અને પોલીસ તપાસમાં ખટોદરા, વેસુ અને ગોડાદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ ઉપરાંત કાપોદ્રા, પાંડેસરા, સુરત રેલ્વે પોલીસ, અલથાણ અને રાંદેર પોલીસના ઈ એફઆરઆઈના નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. આ ઘટનામાં પોલીસે સલમાન ઉર્ફે સલમાન હડ્ડી ઘસવાલા, અને અહમદ રજા આસિફ પઠાણને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુસાફરનું ધ્યાન ભટકાવીને તેમની પાસેથી મોબાઇલ ફોન ચોરી કરી લેતા

પકડાયેલા આરોપીઓની ગેંગ સુરતના જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં જઈ મુસાફરોને બેસાડતા હતા અને ત્યારબાદ પાછળથી સીટ પર બેસતા નહીં ફાવતું હોવાનું કઈ આગળ પાછળ કરીને મુસાફરનું ધ્યાન ભટકાવીને તેમની પાસેથી મોબાઇલ ફોન ચોરી કરી લેતા હતા. આ ઉપરાંત શહેરને જુદા જુદા વિસ્તારમાં એકંદ લોકલ જતાં રાહદારીઓના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ પણ કરી લેતા હતા.

તમે આ પણ વાચી શકો છો:

Ukraine war paused for evacuation of Indians due to PM Modi: Rajnath Singh: પીએમ મોદીના કારણે ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેન યુદ્ધ થોભાવ્યુંઃ રાજનાથ સિંહ

તમે આ પણ વાચી શકો છો:

Parliament Budget Session from January 31 to February 9: Sources: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી: સૂત્રો

SHARE

Related stories

Latest stories