માનવસુરક્ષા અને જીવદયાના સંદેશ સાથે છેલ્લા ૫ વર્ષથી દેશ-વિદેશોના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી થતા વિકી વખારીયા
Surat Kite Festival : રિમોટ સંચાલિત પતંગથી ઉત્તરાયણના આનંદ સાથે જાનહાનિ નિવારવાનો પ્રયાસ: પતંગબાજ વિકી વખારીયા
છેલ્લા ૫ વર્ષથી રિમોટ કંટ્રોલ(આર.સી) કાઈટ સાથે માનવ સુરક્ષા અને જીવદયાનો સંદેશ આપી રહ્યા છે.
સુરતના તાપી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશોના પતંગબાજો વચ્ચે સુરતના ઉધના વિસ્તારના વિકી વખારીયા પોતાના અનોખા પતંગ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સતત ૧૦ વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમા ભાગ લઈ રહેલા વિકી વખારીયા છેલ્લા ૫ વર્ષથી રિમોટ કંટ્રોલ(આર.સી) કાઈટ સાથે માનવ સુરક્ષા અને જીવદયાનો સંદેશ આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે, ઉત્તરાયણમાં પતંગના દોરાથી પક્ષીઓ અને લોકોના ગળા કપાતા હોવાથી ખૂબ જાનહાનિ થાય છે. ત્યારે મને આ રિમોટ કાઈટ બનાવવાનો વિચાર આવ્યો હતો. જેમાં કોઈપણ દોરા વગર બેટરી થકી પતંગને હવામાં ઉડાવી શકાય છે. દોઢથી બે વર્ષની મહેનત બાદ હું સફળતાપૂર્વક રિમોટ કંટ્રોલ કાઈટ બનાવી શક્યો. રિમોટ સંચાલિત પતંગથી ઉત્તરાયણના આનંદ સાથે જાનહાનિ નિવારવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે સિંગાપોર, ચીન, ઈન્ડોનેશિયા, જાપાનના ટોક્યો, હુઆંગ જેવા વિદેશી સ્થળોએ જઈ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. ચીનમાં પતંગ મહોત્સવમાં દ્વિતીય ઈનામ પ્રાપ્ત કર્યું છે. પતંગ મહોત્સવમાં મેયર દક્ષેશભાઈ માવાણીએ તેમની રિમોટ કંટ્રોલથી ચાલતી પતંગ ઉડાવી કાઈટ ફલાયીંગનો અનુભવ કર્યો હતો.
તમે આ પણ વાચી શકો છો
Raat Akeli Thi OUT : મેરી ક્રિસમસનું નવું ગીત રિલીઝ થયું, રોમેન્ટિક ટ્રેક ઇન્ટરનેટ પર વાયરલ થયો
તમે આ પણ વાચી શકો છો