HomeBusinessDeveloped Bharat Sankalp Yatra/વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું બોરીયા ગામે ભવ્ય સ્વાગત...

Developed Bharat Sankalp Yatra/વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું બોરીયા ગામે ભવ્ય સ્વાગત કરાયું/INDIA NEWS GUJARAT

Date:

મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું બોરીયા ગામે ભવ્ય સ્વાગત કરાયું

ધારાસભ્યના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

કેન્દ્ર અને રાજ્ય સરકારનીકલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના બોરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા અને ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.


આ અવસરે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.


આ પ્રસંગે તાલુકા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, પંચાયત પ્રમુખ શિલાબેન, જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો, ગામના અગ્રણી હિતેશ નાયક અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories