વાહ ક્યા બાત!! (My village)
સાબરકાંઠા જીલ્લામાં ૨૬૦ પંચાયતોમાં ૨૫ ગ્રામ પંચાયત સમરસ બની છે ત્યારે એક એવા ગામની મુલાકાત લઈશુ જે ગામ પણ સમરસ બન્યુ છે લીલોતરી હરિયાળી અને સ્વચ્છતા નુ ઉદાહરણ સમુ છે આ ગામ… આ છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની બોર્ડર પર આવેલુ રાજેન્દ્રનગર ગામ(My village)… હાથમતી ડેમમાં ડુબમાં ગયા બાદ લોખંડ, થુરાવાસ, કલ્લેકા અને રામપુરા એમ ૪ ગામનુ પુનહવસવાટ બાદ એક ગામ બન્યુ હતુ રાજેન્દ્રનગર ગામ અને ૫૦ વર્ષ આ ગામ અહિ વસ્યુ છે… વિકાસ ની વાત કરીએ તો ગામમાં રોડ- રસ્તા, ગટર લાઈન, ૧૦૦ ટકા સૌચાલય, પ્રાથમીક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ પણ છે… શિક્ષણ ની દ્રષ્ટિએ તો આગળ જ છે તો આ ઉપરાંત ખેતી અને પશુપાલન માં પણ આ ગામ આગળ છે.(My village).. તો ગામની એકતા પણ એવી છે કે તમામ સમાજના લોકો ભાઈચારા સાથે રહે છે અને એક જુથ થઈને કામ કરે છે… (My village)
મારૂ ગામ (My village)
મોટાભાગના લોકો ગામડાઓ છોડી શહેરમાં વસતા હોય છે ત્યારે આ એક એવું ગામ છે કે જ્યાં લોકો પોતાનું શહેર છોડીને આવવા માંગે છે. ગામડાઓની વાતતો આમ નિરાલી હોય છે. જ્યાં શુધ્ધ હવા, સાફ વાતાવરણ, ટ્રાફિક નહિવત અને એક પોતીકું વાતાવરણ તમામ સામાન્ય લોકોને લુભાવતુ હોય છે. અધુરામાં પુરૂ એક એવું વાતાવરણ કે જ્યાં આટલી એકતા અને સૌહાર્દભર્યુ વાતાવરણ હોય તો પછી કેમ કોઈ અહિથી શહેરમાં વસવાટ કરે ? (My village)
કુછ દિન તો ગુજારો હમારે ગાવ મે !!! (My village)
એક બાજુથી આ મહિનામાં ગ્રામપંચાયતોની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ તમામ પક્ષો ચારેબાજુથી લોકોનો વોટ મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આવા પ્રકારના ગામડાઓ સાચા અર્થમાં બીજા ગામડાઓ તથા શહેરો માટે એક પ્રેરણા સમાન છે. જ્યાં માત્ર શિક્ષણ કે સ્વચ્છતા જ નહી પણ સાથે સાથે તમામ ક્ષેત્રે આ ગામ એક અનોખું ઉદાહરણ પૂરૂ પાડે છે. ત્યારે ચાલો આપણે પણ આપણી આસપાસ એક મિઠાસ અને લાગણી થકી સામાજીક પ્રગતિને નિમીત્ત બનાવી આપણા શહેરને ચમકાવીએ અને ગુજરાતના વિકાસમાં ફાળો આપી નામ રોશન કરી આગળ વધીએ.