HomeFashionSurya Namaskar Maha Abhiyan/સૂર્ય નમસ્કાર મહા અભિયાન/INDIA NEWS GUJARAT

Surya Namaskar Maha Abhiyan/સૂર્ય નમસ્કાર મહા અભિયાન/INDIA NEWS GUJARAT

Date:

રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવા નવતર અભિગમ : સૂર્ય નમસ્કાર મહા અભિયાન

સમગ્ર રાજ્ય સહિત સુરત મહાનગરપાલિકાકક્ષાએ વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન:

સૂર્ય નમસ્કારની સ્પર્ધાના આયોજન અર્થે મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને મુગલીસરા ખાતે બેઠક યોજાઈ

સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન લીંકઃ https://snc.gsyb.in

રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦, દ્રિતીયને રૂા.૧,૭૫,૦૦૦ અને તૃતિય વિજેતાને રૂા. ૧ લાખ રોકડ પુરષ્કાર અપાશે : તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ અપાશે
તા.૧-જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર ખાતે નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન

રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત આજે તા.૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પણ વોર્ડ તથા ઝોનકક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેના આયોજન અર્થે મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને મુગલીસરા ખાતે બેઠક યોજાઈ હતી.


કમિશનરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાકક્ષાએ વધુમાં વધુ લોકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં જોડાઈ તે માટે વોર્ડ શાળા-કોલેજો, યુનિવર્સિટી, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ ઈન્ડસ્ટ્રીઝો, ફોસ્ટા સહિત યોગ બોર્ડ, સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાય તે માટેનું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.


મહાનગરપાલિકાકક્ષાએ સ્પર્ધામાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લીંકઃ https://snc.gsyb.in
પરથી તા.૦૬ થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. તા.૧૯ ડિસેમ્બરના રોજ વોર્ડકક્ષાએ, તા.૨૩મીએ ઝોન કક્ષાએ તથા તા.૨૬મીએ મહાનગરપાલિકા કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. જયારે તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ રાજયકક્ષાએ સ્પર્ધા યોજાશે.


સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧, તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.
રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.


સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧-જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

E-CIGARETTES VS  SMOKING : શું સિગારેટ કરતાં E-CIGARETTE વધુ જોખમી છે? જાણો તેની અસર

INDIA NEWS GUJARAT : સિગારેટના ધૂમ્રપાન કરતાં વેપિંગને ઘણીવાર...

Latest stories