HomeBusinessInternational Conference On Anaesthesia/સુરતમાં સૌપ્રથમવાર એનેસ્થેસિયાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ/INDIA NEWS GUJARAT

International Conference On Anaesthesia/સુરતમાં સૌપ્રથમવાર એનેસ્થેસિયાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ/INDIA NEWS GUJARAT

Date:

સુરતમાં સૌપ્રથમવાર એનેસ્થેસિયાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ

સુરતમાં સૌપ્રથમવાર સુરત સિવિલ હોસ્પિટલ, ગ્લોબલ એનેસ્થેસિયા સોસાયટી તથા સુરત ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીના સંયુક્ત ઉપક્રમે તા.૨ અને ૩ ડિસે.દરમિયાન ‘નેવર બ્લોક ફોર માસ’ થીમ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ૩૫૦ જેટલા દેશ-વિદેશના નાની-અનામી તબીબોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા નવી સિવિલથી વિડીઓ કોન્ફરન્સથી ઓપરેશન માટે બેહોશ કરવાની વિવિધ પદ્ધતિઓનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં દર્દીઓને સંપૂર્ણ બેહોશ કર્યા વગર ફક્ત ઓપરેશનવાળી જગ્યાએ બેશુદ્ધ કરીને દર્દીનું ઓપરેશન કરી જલ્દીથી તેને રજા આપી શકાશે એ બાબતે થઇ રહેલા સંશોધન અને અંગે કોન્ફરન્સમાં તજજ્ઞોએ વિસ્તૃત ચર્ચા-વિમર્શ કર્યા હતા.
કોન્ફરન્સમાં ડો.શિવકુમારસિંહ, ડો.ધવલ પટેલ, ડો.હિતેશ ઠુમ્મર, ડો.આકાશ ત્રિવેદી, ડો.જયલ ભગત, ડો.રાજેશ શાહ, ડો.નીતા કવિશ્વર, ડો.ધ્રુવા સવાણીએ જહેમત ઉઠાવી કોન્ફરન્સને સફળ બનાવી હતી.

SHARE

Related stories

Latest stories