- Deepfake Technology: સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે.
- આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે.
- હાલ દુનિયાના જુદા-જુદા દેશોમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ વધી રહ્યો છે.
- લોકો ઘણા કામ AI ટેલનોલોજી દ્વારા કરવા ઈચ્છે છે. પરંતુ ટેકનોલોજી દ્વારા ફ્રોડ કરનારા ગુનેગારો ડીપફેકનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે.
- કેરળના એક વ્યક્તિ સાથે ડીપ ફેક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
- ચાલો જાણીએ કે આ ડીપફેક ટેક્નોલોજી શું છે અને કેવી રીતે લોકો સાથે થાય છે છેતરપિંડી.
ડીપફેક દ્વારા કેવી રીતે થાય છે ફ્રોડ
- સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે.
- આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે, જેથી કરીને લોકોને છેતરી શકાય.
- હાર્ટ એટેક આવ્યો હોય તે લોકોએ આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ
- આ કન્ફ્યુઝનને કરો દૂર, જાણો સાયકોલોજીસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ વચ્ચેનું અંતર
- દિવ્યાંગોની અનોખી કળા, દિવાળી સુશોભનની બનાવે છે વસ્તુઓ
ડીપફેકને કેવી રીતે ઓળખી શકાય
- જો ફોન કોલ આવે તો કોલરનો અવાજ થોડો બદલાયો હશે.
- કોલર તમને વ્યક્તિગત અને મહત્વપૂર્ણ માહિતી અંગે પૂછશે.
- કોલર રૂપિયાની મદદ માટે કહેશે.
- જો તમે કોલરને ચેક કરવા જુદા-જુદા સવાલ પૂછશો, તો તે સાચો જવાબ આપી શકશે નહીં.
ડીપફેક કેવી રીતે બનાવવામાં આવે છે?
- ડીપફેક વિડીયો બનાવવા માટે સૌ પ્રથમ જે વ્યક્તિનો વિડીયો બનાવવો હોય તેના વાસ્તવિક ફોટા અને વિડીયો ડીપફેક વિડીયો બનાવવા માટે તૈયાર કરેલ ટૂલમાં મુકવામાં આવે છે.
- એન્કોડર અને ડીકોડરનો ઉપયોગ કરવામાં આવે છે.
- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI આ ફોટા અને વીડિયોનું વિશ્લેષણ કરે છે. આ રીતે ફાઈનલ વીડિયો આઉટપુટ મળે છે.
ડીપફેક ફ્રોડથી બચવા માટે આ રીતે રહો સાવચેત
- કોઈપણ અજાણી વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા તેની તપાસ કરો.
- તમારી વ્યક્તિગત માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, OTP, CVV વગેરે કોઈની સાથે શેર કરવા નહીં.
- સોશિયલ મીડિયા પર તમારું એકાઉન્ટ પ્રાઈવેટ રાખો. જેથી અજાણી વ્યક્તિ તમારા ફોટા કે વિડિયો જોઈ શકે નહીં.
- જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો www.cybercrime.gov.in પર ફરિયાદ કરો. આ સિવાય તમે 1930 પર કોલ કરીને સંપર્ક કરી શકો છો.
તમે આ પણ વાંચી શકો છો :
Mundra Port: એક મહિનામાં 16 MMT કાર્ગો જથ્થાને હેન્ડલ કરવા માટે મુંદ્રા ભારતનું પ્રથમ બંદર
તમે આ પણ વાંચી શકો છો :
Royal Honor Ceremony”/વરાછા ખાતે રાજસ્વી સન્માન સમારોહ યોજાયો