HomeBusinessThe Buses Were Given The Green Signal To Depart/એસ.ટી.નિગમની અદ્યતન ૨૦ બસોને...

The Buses Were Given The Green Signal To Depart/એસ.ટી.નિગમની અદ્યતન ૨૦ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી/INDIA NEWS GUJARAT

Date:

અડાજણ ડેપો ખાતે એસ.ટી.નિગમની અદ્યતન ૨૦ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

કેન્દ્રીય વસ્ત્ર અને રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ અને સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીની પ્રેરક ઉપસ્થિતિ

પોરબંદર અને ગારિયાધાર માટે નવા રૂટ શરૂ કરાયા

એસટી નિગમ (GSRTC-ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની અદ્યતન નવી ૧૦ સુપર એકસપ્રેસ અને ૧૦ સેમી સ્લીપર કોચ મળી ૨૦ બસોનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અડાજણ ડેપો ખાતે આયોજિત બસોના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય વસ્ત્ર અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને શહેરના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા. બસોને લીલી ઝંડી આપી મંત્રીઓ અને મહાનુભાવોએ મુસાફરીનો આનંદ માણ્યો હતો.


ગૃહરાજ્યમંત્રીએ આ બસોનું પૂજન કરી નિગમના ડ્રાઇવરોને ચાવી અર્પણ કરી હતી. મુસાફરોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી ૨૦ બસો ગુજરાત એસટી વિભાગને ફાળવવામાં આવી છે. ૧૦ સેમી સ્લીપર (૨×૧)ની ૩૦ સીટ ફુલ્લી રિક્લાઈન અને ૧૫ બર્થ અને ૧૦ સુપર એકસપ્રેસ (૩×૨) ૫૨ સીટ બેઠક વ્યવસ્થા સાથેની અદ્યતન સુવિધાજનક બસોનો સીધો લાભ છેવાડાના ગ્રામજનો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થશે. પોરબંદર અને ગારીયાધારના નવા ૨ રૂટો પણ શરૂ કર્યા છે.


આ પ્રસંગે ધારાસભ્ય મનુભાઈ પટેલ, સુરત મનપાના દંડક ધર્મેશ વાણિયાવાળા, એસ.ટી. નિગમના વિભાગીય નિયામક પી.વી. ગુર્જર, વિભાગીય પરિવહન અધિકારી, એમ.વી. વાંઢેર, વિભાગીય યાંત્રિક ઈજનેર એમ.એચ. ગામીત, અડાજણ ડેપો મેનેજર વી.આર. ગામીત , સિટી ડેપો મેનેજર એમ.વી.ચૌધરી, સુરત ગ્રામ્યના મેનેજર બી.આર. પટેલ, અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories