“સરસ મેળો ૨૦૨૩”
અડાજણ ખાતે આયોજીત સરસમેળામાં ચાર દિવસમાં રૂ. ૧,૦૧,૦૦,૦૦૦/- બમ્પર વેચાણઃ
સુરતની જનતાનાં ખુબ બહોળો પ્રતિસાદઃ
કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ’ અંતર્ગત ‘સરસ મેળો ’નું આયોજન કરવામાં આવ્યું છે. તાઃ૨૭મી ઓકટોબર શરૂ થયેલા મેળામાં સુરતીલાલાઓનો અપ્રતિમ પ્રતિસાદ સાપડયો છે. માત્ર ચાર દિવસમાં રૂ. એક કરોડ જેટલી માતબર ચીજવસ્તુઓનુ વેચાણ થયું છે. હજુ પણ તાઃ૭મી નવેમ્બર સુધી સરસ મેળો શરૂ રહેશે.
“સરસ મેળા’માં સમગ્ર ગુજરાત રાજ્યના ૧૦૦ જેટલા અને અન્ય રાજ્યના ૫૦ જેટલા ગ્રામીણ મહિલા જૂથો દ્વારા ઉત્પાદીત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થાય તે પ્રકારની બજાર વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાંથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથો ‘સરસ મેળો ’માં ભાગ લીધો છે.
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુકત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘સરસ મેળો-૨૦૨૩’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે સુરતના હની પાર્ક ગ્રાઉન્ડ, અડાજણ ખાતે યોજાનાર આ ‘સરસ મેળો ’ની શરૂઆત થઇ છે અને જે તા:૦૭/૧૧/૨૦૨૩ સુધી ચાલુ રહેનાર છે.
દરરોજ ‘સરસ મેળો-૨૦૨૩’માં સાંજે ૭:૩૦ થી ૧૦:૩૦ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
*કલાત્મક ચીજવસ્તુઓ *: મેળામાં રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાંથી હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથો આ સરસ મેળો નો હિસ્સો બનશે અને તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક ચીજવસ્તુઓ મેળામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ સરસમેળામાં વિવિધ હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, બામ્બુ આર્ટ, હેન્ડલૂમ, આર્ટ પેઇન્ટીંગ , હેન્ડલૂમ બેટશીટસ, કિચન એગ્રી કલ્ચર પ્રોડક્ટ,બુટ ચંપલ, વારલી પેઇન્ટિંગ, મશરૂમનો લોટ, મશરૂમ પાપડ, સહિતની ચીજવસ્તુઓના સ્ટોલનો પણ આ મેળામાં સમાવેશ કરાયો છે.
લાઈવ ફૂડ કોર્ટનું પણ આયોજન થયું છે જેમાં ડાંગી ડીશ, કાઠિયાવાડી થાળી, ગુજરાતી થાળી તેમજ મિલેટ પરોઠા, ફાસ્ટ ફૂડ અને ઉબાડિયું વિગેરેનું વેચાણ થઈ રહેલ છે.
* કિડ્સ પ્લે એરીયા*: સમગ્ર મેળા આયોજન દરમિયાન બાળકોના મનોરંજન માટે વિશેષનું પણ આયોજન કરાવવામાં આવ્યું છે.
મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર તેમજ ડીજીટલ પેમેન્ટને પ્રધાન્ય આપતા સ્ટોલને પણ પુરસ્કાર અપાશે.