HomeCorona Updateરાજ્યમાં કોરોનાએ પગ પેસાર્યો, કોરોના વોરિયર્સ કોરોનાનો સફાયો કરવા તૈયાર

રાજ્યમાં કોરોનાએ પગ પેસાર્યો, કોરોના વોરિયર્સ કોરોનાનો સફાયો કરવા તૈયાર

Date:

રાજ્ય સરકારે કર્યો આદેશ, કોરોના વોરિયર્સ ઓન ડ્યૂટી

 

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાં દિવસથી  કોરોના વાયરસનો કહેર વધ્યો છે, જેને કારણે અમદાવાદ શહેરમાં પણ કર્ફ્યુના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના અધિકારીઓની મીટિંગ મળી હતી. જેમાં રાજ્યની તમામ મેડિકલ કોલેજના યુજી-પીજીના વિદ્યાર્થીઓને ફરીથી કોવિડ ડયુટી સોંપવાનો આદેશ કરવામા આવ્યો છે. ઉપરાંત મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટર્સ તેમજ સિનિયર સ્ટુડન્ટસને મ્યુનિસિપલ કમિશનર – જિલ્લા કલેકટર સમક્ષ તાત્કાલિક હાજર થવા માટેનો આદેશ કરવામા આવ્યો છે.

 

મેડિકલ વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડૉક્ટર્સને કોવિડ ડયુટી માટે તૈયાર રહેવા સરકારે આપ્યાં આદેશ

 

ઉનાળુ વેકેશનની રજાઓ કેન્સલ, મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે

રાજ્યમાં કોરોનાના કેસમાં સખત વધારો થઈ રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકારે કોરોના વોરિયર્સને ઓન ડ્યૂટી રહેવાનો આદેશ આપ્યો છે. રાજ્યની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસરો અને સ્ટાફને અપાયેલ ઉનાળુ વેકેશન પણ હવે કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીઓ દ્વારા 15 દિવસથી લઈને એક મહિના સુધીની ઉનાળુ વેકેશનની રજાઓ આપવામાં આવી હતી. પરંતુ કોરોના બેકાબૂ થતાં ઉનાળુ વેકેશનની રજાઓ કેન્સલ કરાશે. ઉપરાંત જેમની થીયરી પરીક્ષાઓ યથાવત રહેશે.

 

 

 

 

 

 

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories