HomeBusinessA Guidance Seminar Was Held/મંડળીઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી વિવિધ યોજના અંગેનો...

A Guidance Seminar Was Held/મંડળીઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી વિવિધ યોજના અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો/INDIA NEWS GUJARAT

Date:

જિલ્લા રજિસ્ટ્રારની કચેરી તથા સુડિકો બેન્ક દ્વારા PACS/LAMPS મંડળીઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી વિવિધ યોજના અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

સેવા મંડળીઓના હોદ્દેદારો તથા કર્મચારીઓને માર્ગદર્શન અને યોજનાકીય લાભો લેવા માટે પ્રોત્સાહિત કરાયા

કેન્દ્ર તથા રાજય સરકાર કક્ષાએથી પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળી (પેકસ)/વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ (લેમ્પસ) નવી ઉંચાઇઓ સર કરે, ગ્રામીણ અર્થવ્યવસ્થા સુદઢ બને અને “સહકાર સે સમૃધ્ધિ“ ની પરિકલ્પના સાકાર થાય અને પેકસ મંડળીઓ વધુ સક્ષમ બને તે માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે, જે સંદર્ભે જિલ્લા રજિસ્ટ્રારની કચેરી તથા સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપ બેન્ક દ્વારા સુડિકો બેન્ક ખાતે PACS/LAMPS મંડળીઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી વિવિધ યોજના અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.


સેમિનારમાં ભારત સરકાર દ્વારા પેકસ કોમ્પ્યુટરાઇઝેશન યોજના, પેકસ મોડેલ બાયલોઝ અપનાવવા, સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાનો પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ગોડાઉન બનાવવા, કોમન સેવા કેન્દ્ર (CSC) ચલાવવા, જે પંચાયત વિસ્તારમાં PACS રચાયેલ ન હોય તેવા વિસ્તારમાં નવીન PACSની રચના કરવા અથવા નજીકની પેકસમાં તે ગ્રામ્ય પંચાયતનો સમાવેશ કરવા, PACS/LAMPS મંડળીઓ એલપીજી/પેટ્રોલ પંપ/ડિઝલની ડીલરશીપ મેળવવા, પીએમ કિસાન સુવિધા કેન્દ્ર અને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા, ગ્રામ્ય સ્તરે નલ સે જલ યોજના દ્વારા પાણી વિતરણની કામગીરી, કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરની ત્રણ બહુરાજ્ય સહકારી સંસ્થાઓ (1) National Co-operative Exports Limited (NCEL) (2) National Co-operative Organics Limited (NCOL) (3) Bhartiya Beej Sahakari Samiti Limited (BBSSL) માં સભાસદ બનવા અંગે વગેરે પ્રકારની કામગીરી અંગે સેવા મંડળીઓના હોદ્દેદારો તથા કર્મચારીઓને માર્ગદર્શન અને યોજનાકીય લાભો લેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.


આ સેમિનારમાં મુખ્ય કાર્યપાલ અધિકારી(નિરીક્ષણ અને અન્વેષણ સમિતિ- અમદાવાદ) એચ.આર.પટેલ, ધી સુડીકો બેન્કના ચેરમેન બળવંત પટેલ તથા મેનેજિંગ ડિરેક્ટર મહાવીરસિંહ ચૌહાણ, બેંકના ઓએસડી ઈશ્વરસિંહ પરમાર, જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવિન પટેલ, નાબાર્ડના જિલ્લા મેનેજર કુંતલબેન સુરતી, મદદનીશ ખેતી નિયામક આર.બી.પટેલ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના સંદર્ભે પેકસ મંડળીઓને વિગતવાર માર્ગદર્શન અપાયું હતું અને પેકસ મંડળીના કાર્યવાહકોને વધુને વધુ યોજનાકીય લાભો મેળવવા અનુરોધ કર્યો હતો.

SHARE

Related stories

Latest stories