HomeBusiness"Best Management of Waste"/‘વેસ્ટનું બેસ્ટ મેનેજમેન્ટ’/‘ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન’ કચરામાંથી બનાવે છે...

“Best Management of Waste”/‘વેસ્ટનું બેસ્ટ મેનેજમેન્ટ’/‘ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન’ કચરામાંથી બનાવે છે ખાતર/India News Gujarat

Date:

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન-સુરત

સુરત મહાનગરપાલિકા દ્વારા વેજિટેબલ અને ફ્રુટ માર્કેટમાંથી નીકળતા ‘વેસ્ટનું બેસ્ટ મેનેજમેન્ટ’: ‘ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન’ કચરામાંથી બનાવે છે ખાતર

શહેરની ૯ વેજિટેબલ અને ફ્રુટ માર્કેટમાંથી નીકળતા દૈનિક ૨૮૦૦ કિ.ગ્રા. શાકભાજીના કચરાને પ્રોસેસિંગ કરી ૪૭૭ કિ.ગ્રા. બાયોફર્ટીલાઈઝર ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે

’સ્વચ્છતા હી સેવા’ અભિયાનને ચરિતાર્થ કરતી સુરતની ૯ વેજિટેબલ અને ફ્રુટ માર્કેટસ

મહાત્મા ગાંધીજીના ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રેરિત ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન વ્યાપક બન્યું છે. નાગરિકોના જોડાણ- જનભાગીદારીથી આ અભિયાનને ગતિ મળી છે. સ્વચ્છતા માટે અગ્રેસર એવી સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્થળેથી વેસ્ટ (કચરો) નીકળે છે તેનું પ્રોસેસીંગ કરીને તેમાંથી કંચનરૂપી ખાતર બનાવીને નિકાલ કરવામાં આવે છે.
પ્રત્યેક નાગરિકમાં “સ્વચ્છ સુરત SOPs” એટલે કે સેગ્રિગેશન, હોમ કમ્પોસ્ટિંગ અને રિડ્યુસ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ટેવ વિકસાવવા સુરત મનપા પ્રયત્નશીલ છે, ત્યારે શહેરની ૯ જેટલી વેજિટેબલ અને ફ્રુટ માર્કેટના ‘વેસ્ટનુ બેસ્ટ મેનેજમેન્ટ’ કરવા સુરત મનપાએ આગવી પહેલ કરી છે. પાલિકાએ શહેરના અલગ અલગ ૯ જેટલી વેજિટેબલ અને ફ્રુટ માર્કેટમાં તેમજ અન્ય ૨૯ સ્થળોએ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન મૂક્યા છે, જેમાં શહેરની ૯ વેજિટેબલ અને ફ્રુટ માર્કેટમાંથી નીકળતા દૈનિક ૨૮૦૦ કિ.ગ્રા. શાકભાજીના કચરાને પ્રોસેસિંગ કરી ૪૭૭ કિ.ગ્રા. ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આમ, માર્કેટની શાકભાજીના ભીના કચરામાંથી ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું છે. કચરામાંથી બનેલા ખાતરને હાલ પાલિકા હસ્તકના બાગ-બગીચા અને શાળાઓના બાગમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરાંત, જે ખાતર બચે તેને ખેડૂતોને નજીવા ભાવે આપવામાં આવે છે.
શહેરમાં હાલ વિજયાનગર-ઉધના, સિટીલાઈટ, ભેસ્તાન, પાંડેસરા, ડિંડોલી, પટેલ પાર્ક, સોનલ અને દિવ્યજ્યોત અને કાંસકીવાડ વેજિટેબલ માર્કેટ્સમાં આ મશીન કાર્યરત છે. પ્રત્યેક મશીનમાંથી દૈનિક ધોરણે ૧૦૦ થી લઈ ૫૦૦ કિલો કચરાને પ્રોસેસિંગ કરી ખાતરમાં કન્વર્ટ કરવામાં આવે છે, જેમાં વિજયાનગર-ઉધના માર્કેટમાં ૨૫૦ કિલો, પાંડેસરા માર્કેટમાં ૫૦૦ કિલો, સોનલ માર્કેટમાં ૨૫૦, દિવ્ય જ્યોતમાં ૧૦૦, સિટીલાઈટમાં ૫૦૦, ભેસ્તાનમાં ૧૦૦, પટેલ પાર્કમાં ૫૦૦, ડિંડોલીમાં ૧૦૦ અને કાંસકીવાડ વેજિટેબલ માર્કેટમાં ૫૦૦ કિલોગ્રામ મળી દૈનિક ધોરણે કુલ ૨૮૦૦ કિગ્રા ર કચરાને પ્રોસેસિંગ કરી ૪૭૭ કિલો ખાતર મેળવવામાં આવે છે.
બોયોફિક્સ પ્રા.લિ.ના ચિરાયુ જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત મિશન’થી પ્રેરણા લઈને અમારી કંપનીએ સુરત મહાનગરપાલિકા સાથે ટાઈઅપ કર્યું છે. જેમાં શહેરના અલગ અલગ વેજિટેબલ અને ફ્રુટ માર્કેટ, તેમજ વધુ અવરજવર ધરાવતા મોલ, માર્કેટ્સ, પાર્ક એમ કુલ ૩૫ સ્થળોએ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન કાર્યરત છે.
વધુમાં તેમણે કહ્યું કે, સુરતની નવ વેજિટેબલ અને ફ્રુટ માર્કેટના વેપારીઓ શાકમાર્કેટને સ્વચ્છ અને સુઘડ રાખવા તેમજ વેસ્ટ મેનેજમેન્ટમાં સહભાગી બની રહ્યા છે. વેપારીઓ સાંજે વેચાણ બંધ કરતા આખા દિવસનો વેસ્ટ(ભીનો કચરો), વાસી થઈ ગયેલા ફ્રુટ અને શાકભાજી, વધેલા પાંદડા એક જગ્યાએ એકત્ર કરે છે. જેમાંથી અમે સુકો અને ભીનો કચરો અલગ કરીએ છીએ. ભીના કચરાને ઓર્ગેનિક વેસ્ટ કંમ્પોસ્ટિંગ મશીનમાં નાંખવામાં આવે છે, જેમાંથી ૨૪ કલાકમાં વેસ્ટ કચરાનુ ઓર્ગેનિક ખાતર બને છે. સુરત મહાનગરપાલિકાના સહયોગથી બાયોફર્ટીલાઈઝર એટલે કે કચરામાંથી બાનાવેલા જૈવિક ખાતરને શહેર-જિલ્લાના ૨૦૦ જેટલા ખેડૂતો સુધી નજીવા દરે પહોંચાડવામાં આવે છે.
સ્વચ્છતા અંગે રાજ્ય અને કેન્દ્ર સજાગ છે, ત્યારે આપણે પણ સ્વચ્છતાને આદતના રૂપમાં અપનાવવી જોઈએ. ભીના કચરામાંથી વેલ્યુ જનરેટ કરવાના પ્રયત્ન કરવા જરૂરી છે. સરકારના ‘કન્વર્ટ વેસ્ટ ટુ એનર્જી, વેસ્ટ ટુ વેલ્થ’ સુત્રને ઓર્ગેનિક વેસ્ટ કંમ્પોસ્ટિંગ મશીન સાર્થક કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories