HomeFashion"An Exhibition On Mental Illness Was Held"/જન્મદિન નિમિત્તે ૧૨૧ નવજાત શિશુઓ માટે...

“An Exhibition On Mental Illness Was Held”/જન્મદિન નિમિત્તે ૧૨૧ નવજાત શિશુઓ માટે બેબી કીટનું વિતરણ/India News Gujarat

Date:

જન્મદિવસની ઉજવણીને જનસેવા સાથે જોડતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાના જન્મદિન નિમિત્તે ૧૨૧ નવજાત શિશુઓ માટે બેબી કીટનું વિતરણ

}} ગૌ સેવા અને દર્દીઓની સેવા કરવી એ સાચા અર્થમાં જન્મ દિવસની ઉજવણી
}} દર્દી માનસિક સ્વસ્થ હશે તો ઝડપભેર બિમારીથી મુક્ત થઈ શકે છે : ઈકબાલ કડીવાલા

વર્ષોથી રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ, શહેરીજનોને જન્મદિવસની ઉજવણી સેવાકાર્યો સાથે કરવાના પ્રેરણાસ્ત્રોત બનતા ઈકબાલ કડીવાલા

માનસિક રોગ વિભાગ તથા સરકારી નર્સિંગ કોલેજ દ્વારા માનસિક રોગ સંબંધિત પ્રદર્શન યોજાયું

તાપી કિનારે વસેલા સુરતીઓની તાસીર જ અલગ છે. દેશનું ડાયમંડ સિટી તરીખે ઓળખાતું સુરત હવે કંઈક અનોખું કરવામાં પણ હંમેશા મોખરે જ હોય છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ તથા શહેરીજનો પોતાના જન્મદિનની ઉજવણી સેવાકાર્યો સાથે કરે, સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, પ્રસૂતાઓ, બાળકોને મદદરૂપ બની જન્મદિવસની સાર્થક ઉજવણી કરે એ માટે પ્રેરણા સ્ત્રોત બનેલા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાના જન્મદિવસે નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગના દર્દીઓને લાડુ તેમજ સ્ત્રી રોગ વિભાગમાં માતાઓને તેમના નવજાત બાળકો માટે ૧૨૧ બેબી કીટ વિતરણ કરી જન્મદિવસની સેવાસભર ઉજવણી કરવામાં આવી હતી.
જન્મદિવસની ઉજવણીને જનસેવા સાથે જોડતા ઈકબાલ કડીવાલાએ જાણાવ્યું હતું કે, મારા જન્મદિને આવતો દિવસ ૧૦મી ઓક્ટોબર એટલે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’. દર્દી માનસિક સ્વસ્થ હશે તો ઝડપભેર બિમારીથી મુક્ત થઈ શકે છે. હોસ્પિટલમાં તબીબો અને નર્સિંગ બહેનો પારિવારિક હૂંફ આપી દર્દીઓને માનસિક, શારીરિક સ્વસ્થ કરે એ માટે તેમને પ્રેરવા એ મારી દૈનિક કામગીરીનો ભાગ રહે છે. જન્મ દિવસ, વાર તહેવારે, તિથિએ રાજકીય નેતાઓ, સમાજિક અગ્રણીઓથી લઈને શહેરીજનોમાં હોસ્પિટલના દર્દીઓને મદદરૂપ બનીને ઉજવણી કરી રહ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે સમાજમાં માનવતા હજુએ જીવંત છે.
વધુમાં કડીવાલાએ કહ્યુ કે, મારા માટે જન્મદિવસની ઉજવણી એટલે કેક કાપવી કે પાર્ટી કરીને નહીં, પરંતુ ગૌ સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું અને દર્દીઓની સેવા કરવી તેનાથી મોટી જન્મદિનની ઉજવણી નથી. લોકોના સુખ-દુ:ખના સમયે સાથે રહીને સહભાગી બનવું એ આપણી નૈતિક ફરજ છે.
આ વેળાએ માનસિક રોગ વિભાગ તથા સરકારી નર્સિંગ કોલેજ દ્વારા માનસિક રોગ સંબંધિત પ્રદર્શન યોજાયું હતું. ઉપરાંત, સે નો ટુ ડ્રગ્સ, વ્યસન મુક્તિ તથા અંગદાન મહાદાનના વિષય પર નર્સિંગ વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક રજૂ કર્યું હતું.
કડીવાલાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, ડો.કેતન નાયક, માનસિક રોગ વિભાગના વડા ડો.ઋતમ્ભરા મહેતા, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, દિનેશ અગ્રવાલ, ડો.કમલેશ દવે, ડો. સોનલબેન પંડ્યા, વિરેન પટેલ નિલેશ લાઠીયા, વિભોર ચુગ, જગદીશ બુહા, સંજય પરમાર, બિપીન મેકવાન સહિત તબીબો, નર્સિંગ એસોસિએશનની ટીમ, સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories