અલોપ થતી કળાઓને આપણે જ બચાવી શકીએ છીએ. ઘણી બધી કળાઓ છે જેના કલાકારો હજી પણ એ કળાને બચવાના અને વિકસાવવાના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. કહેતા શરમ આવે પણ એવા અમૂલ્ય કલાકારો તમને આજની તારીખમાં ચાર રસ્તે અને મંદિરોની બહાર જોવા મળશે. એવા જ એક વાદક બાબાભાઈ કાન્જીભાઈ ગઢવી સાથે વાત કરતા તેમની કપરી પરિસ્થિતિ સામે આવી છે. તેમણે જણાવ્યું કે, તેમનુ કામ સંગીત વાદ્ય વગાડવું છે અને લોકોને મનોરંજન પૂરું
પાડવું છે અને તેના માટે લોકો જે આપે તે એને મન થી સ્વીકાર કરી લે છે.પણ શું આ યોગ્ય છે કાળાનૂયુ આદર થવું જોઈએ ત્યાં આ કલાકારોની કપરી પરિસ્થિતિ છે.
આ વાદકને સાંભળ્યા બાદ કોઈનું પણ અશાંત મન શાંત થઇ જાય. કોઈ પણ ગીતએ બૉલીવુડનું હોય કે પછી ગુજરાતી બધાની ધૂન આ ભાઈ વગાડી શકે છે. આવા કલાકારોને તક મળે તો તેઓ ઘણું બધું કરી શકે છે. આ વાદક અમદાવાદના પ્રહલાદનગરમાં આ સંગીત સાધન વગાડીને મનોરંજન પૂરું પડી રહ્યા છે.બાબાભાઈને મળીને લાગ્યું હજી એવી ઘણી કલાઓ છે જેને જીવંત રાખવા કલાકારો પ્રયાસ કરી રહ્યા છે.