HomeGujaratHonored For Best Performance/૫૧ પોલીસ અધિકારી-કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રસંશાપત્ર અને...

Honored For Best Performance/૫૧ પોલીસ અધિકારી-કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રસંશાપત્ર અને મેમેન્ટો આપીને સન્માનિત કરાયા/India News Gujarat

Date:

સચીન, હજીરા, ડુમસ, ઈચ્છપોરના ૫૧ પોલીસ અધિકારી-કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રસંશાપત્ર અને મેમેન્ટો આપીને સન્માનિત કરાયા

સુરત શહેરના સચીન, સચીન જી.આઇ.ડી.સી., હજીરા, ડુમસ, ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઈન્સપેકટર, પોલીસ સબ ઈન્સપેકટર, એ.એસ.આઇ., અનાર્મ હેડ કોન્ટેબલ, લોકરક્ષક, હોમગાર્ડ મળી કુલ ૫૧ પોલીસકર્મીઓને ગુનાશોધક શાખાના નાયબ પો.કમિ. રાજેશ પરમાર તથા એસીપી આર.એલ.માવાણીએ સન્માનિત કર્યા હતા.
પોલીસ બંદોબસ્ત દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મદદનીશ પોલીસ કમિ. દિપ વકીલ તથા હજીરા પોલીસ સ્ટેશનના પી.આઇ. જી.એસ.પટેલને સન્માનિત કરાયા હતા. સગીર બાળકીના અપહરણના ગુનામાં બે માસથી નાસતા-ફરતા આરોપીઓને ઉત્તરપ્રદેશથી પકડી પાડવા બદલ તેમજ વાંઝ ગામે થયેલી બેંક લૂંટના આરોપીઓને ઝડપવામાં મહત્વની ભુમિકા અદા કરનારા સચીન જી.આઇ.ડી.સી.ના પી.આઇ.શ્રી જે.આર.ચૌધરી, પો.સ.ઈ.શ્રી ડી.કે.સોલકી તથા અ.હેકો.સુરેશભાઈ તેમજ વાંઝની બેંક લુંટના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ કામગીરી કરનારા અનાર્મ હે.કો. અજયભાઈ તથા મિહિરભાઈનું સન્માન કરાયું હતું. નાસતા-ફરતા આરોપીઓ, તમંચા સાથે આરોપીઓને ઝડપવા તેમજ ગુજકોક, વાહનચોરી, લુંટ જેવા વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડી પાડવા બદલ પોલીસકર્મીઓને સન્માનિત કરાયા હતા.

SHARE

Related stories

Latest stories