HomeTop NewsIsrael-Palestine: ઈજીપ્તમાં ઈઝરાયેલ પ્રવાસીઓ પર હુમલો, 3ના મોત, અનેક ઘાયલ – India...

Israel-Palestine: ઈજીપ્તમાં ઈઝરાયેલ પ્રવાસીઓ પર હુમલો, 3ના મોત, અનેક ઘાયલ – India News Gujarat

Date:

Israel-Palestine: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ હવે ઇજિપ્તમાં ઇઝરાયેલના પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. હમાસ લડવૈયાઓ અને એક બંદૂકધારીએ પ્રવાસીઓની બસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે ઇઝરાયેલી પ્રવાસીઓ માર્યા ગયા હતા. ઇજિપ્તના એક યુવકનું પણ મોત થયું છે. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં એક બસ ઈઝરાયલી પ્રવાસીઓને લઈને જઈ રહી હતી.આ દરમિયાન પ્રવાસીઓની બસ પર ફાયરિંગ થયું હતું.

વિસ્તારમાં ઘેરાબંધી
શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. હમાસે ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા બાદ આ યુદ્ધ શરૂ થયું હતું. હમાસના હુમલાને કારણે ઈઝરાયેલમાં મોટી તબાહી સર્જાઈ હતી. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે પૂરી તાકાતથી વળતો હુમલો કર્યો છે. ઈઝરાયેલ ગાઝામાં આતંકવાદી ઠેકાણાઓ પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે 400 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

હમાસે ઘણા ઇઝરાયેલ નાગરિકોને બંધક બનાવ્યા હતા
આ સાથે જ હમાસે ઘણા ઈઝરાયેલ નાગરીકોને બંધક બનાવ્યા છે. ઇઝરાયેલ પોતાના નાગરિકોને હમાસથી મુક્ત કરાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. ઇઝરાયલે પણ પોતાના લોકોને હમાસથી મુક્ત કરાવવા માટે ઇજિપ્તની મદદ માંગી છે, પરંતુ આ દરમિયાન ઇજિપ્તમાં જ ઇઝરાયેલના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

આ પણ વાચો: Israel strikes back with more power on Gaza: હમાસના મોટા હુમલા બાદ ઈઝરાયનું ગાઝામાં ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ – India News Gujarat

આ પણ વાચો: ISRO’s Aditya L-1 Solar Mission’s Key Move To be On Intended Path: ઇસરોના આદિત્ય એલ-1 સોલાર મિશન સ્પેસક્રાફ્ટ ઇચ્છિત માર્ગ પર રહેવા માટે મુખ્ય ચાલ કરી – India News Gujarat

SHARE

Related stories

Latest stories