HomeBusiness"Donations Flowed"/નવી સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી વહી, તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટનું...

“Donations Flowed”/નવી સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી વહી, તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટનું વિતરણ કરાયું/India News Gujarat

Date:

દાનની સરવાણી :નવી સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી વહી, તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટનું વિતરણ કરાયું

દર્દીઓની સુવિધા માટે સામાજિક કાર્યકર ડો.અનિલભાઇએ નવી સિવિલને ૫ વ્હીલચેર અર્પણ કરીઃ

માતાને બાળકો પ્રત્યે પ્રેમ હોવાથી સિવિલમાં તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટ આપી જન્મદિવસની ઉજવણી કરી: ડો.અનિલભાઇ નાયક

સમાજમાં દાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે બે હાથથી કરવામાં આવેલ દાન આપણને હજારો હાથથી પરત મળે છે.ત્યારે આજે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સામાજિક કાર્યકર્તા ડો.અનિલભાઇ નાયકના માતા વિદ્યાબેન જયદેવભાઇ નાયકના જન્મ દિન નિમિતે તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટ્સનું દાન કર્યું હતું તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી.
આ પ્રસંગે મુળ મહેસાણાના સામાજિક કાર્યકર ડો.અનિલભાઇ નાયકએ જાણાવ્યુ કે “નાનાપણથી જ માતાએ દાન કરવાનો મહિમા સમજાવ્યો હતો.જેથી દર વર્ષ માતૃના જન્મ દિને વિવધ સ્થળો પર દાન આપી એમના જન્મ દિવસની ઉજવણી કરીએ છીએ.એમને પહેલાથી જ નાના બાળકો પ્રત્યે અતૃત પ્રેમ, લાગણી હતી. જેથી મારા મનમાં વિચાર આવ્યો કે એમના જન્મદિવસે તાજા જન્મેલા બાળકોને જરૂરિયાતની ચીજવસ્તુની કીટનું દાન આપવું એજ એમના માટે સાચી ગ્રીફ્ટ છે.જેથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરી સિવિલ હોસ્પિટલમાં નવા જન્મેલા ૮૬ બાળકોને કીટ વિતરણ કર્યું હતું તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જાણાવ્યું હતું કે,“માતા વિદ્યાબેન જગદીશભાઇ નાયકાના જન્મદિવસ નિમિતે સુરત સિવિલ હોસ્પિટલમાં તાજા જન્મેલા ૮૬ બાળકોની જરૂરિયાતની ચીજવસ્તુ જેવી કે ઘોડિયું, ગોદડી, રૂમાલ, કપડાંની કીટ્સનું અર્પણ કર્યું હતું.આવા પ્રસંગો ખરેખર એક શીખ આપે છે, જન્મદિવસ નિમિતે આવા ભગીરથ કાર્ય કરવાથી સાચા જન્મદિવસની ઉજવણી કરી કહેવાય છે.
આ પ્રસંગે નવી સિવિલના આર.એમ.ઓ.ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સહિત નવી સિવલના અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

SHARE

Related stories

Delhi News: 30 ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ, આરોપીએ ફેમસ થવાની ધમકી આપી હતી – INDIA NEWS GUJARAT

Delhi News: દિલ્હી પોલીસે શનિવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ...

DIWALI BAZAR : જાણો કેવો છે દિવાળીનો બજાર માહોલ, બજાર માં કયાં ફટાકડા એ મચાવી ધૂમ

દિવાળી તહેવાર ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે....

Latest stories