HomeAutomobiles"Traffic Awareness Road Show"/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ટ્રાફિક અવેરનેસ રોડ શો’યોજાયો/India News...

“Traffic Awareness Road Show”/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ટ્રાફિક અવેરનેસ રોડ શો’યોજાયો/India News Gujarat

Date:

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ટ્રાફિક અવેરનેસ રોડ શો’યોજાયો

ગંભીર અકસ્માતમાં સીલ્ટ બેલ્ટ પહેરવાથી મળતા રક્ષણ અંગેની જાણકારી અપાઈ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બીજી ઓકટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સોમવારે સાંજે પઃ૪પ કલાકે ઉધના – મગદલ્લા રોડ સ્થિત બ્રેડલાઈનર સર્કલ પાસે ‘ટ્રાફિક અવેરનેસ રોડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સીટ બેલ્ટ પહેરવાથી ગંભીર અકસ્માતમાં કારચાલકોને મળતા રક્ષણ અંગેની માહિતી આપવાનો હતો.

ટ્રાફિક અવેરનેસ રોડ શો દરમિયાન ટ્રાફિક વિભાગના કમર્ચારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સના ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવરનેસ કમિટીના સભ્યો દ્વારા કારચાલક તથા કારમાં સવાર વ્યકિતઓને સીલ્ટ બેલ્ટ પહેરાવીને તેમને ફુલ આપવામાં આવ્યું હતું. સાથે જ તેઓને સીલ્ટ બેલ્ટ પહેરવાના ફાયદા વિષે સમજણ આપવામાં આવી હતી. ગંભીર અકસ્માતમાં સીલ્ટ બેલ્ટ પહેરવાને કારણે કારચાલક તથા કારમાં સવાર વ્યકિતઓનો જીવ બચ્યો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે વધુને વધુ લોકોમાં સીલ્ટ બેલ્ટ પહેરવા અંગે જાગૃતિ ફેલાય તે મહત્વનું છે.

ટ્રાફિક અવેરનેસ રોડ શોમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, ટ્રાફિક શાખાના પોલિસ ઇન્સ્પેકટર એચ.બી. ઝાલા તથા ટ્રાફિક પોલીસ કર્મીઓ, ટીઆરબીના કર્મચારીઓ તથા ચેમ્બર ઓફ કોમર્સની ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટીના ચેરપર્સન કામિની ડુમસવાલા તથા કો–ચેરમેનો કૃષ્ણકાંત ખરવર અને મુકેશ પટેલ ઉપરાંત કમિટીના સભ્યો ઈન્દ્રવદન મહાદેવવાલા, બ્રિજેશ વર્મા, રક્ષા બુકસેલર અને મિનેષભાઈ ઉપસ્થિત રહયા હતા.

SHARE

Related stories

Latest stories