નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્સ પ્રણાલિમાં પારદર્શિતા વધારવા માટે ગુરૂવારે એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરી, જેનું નામ ટ્રાન્સપરન્ટ ટેક્સેશનઃ ઓનરિંગ ધ ઓનેસ્ટ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે, જેમાં ફેસલેસ અસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. કહેવાઈ રહ્યું છે કે, આ નવા ટેક્સ પ્લેટફોર્મ અન્વયે કરદાતાને ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલ જેવી સુવિધાઓ મળશે. સાથે જ હવે ટેક્સ ભરવામાં પણ સરળતા રહેશે, યાંત્રિકી સહાયતાથી લોકો પર ભરોસો મૂકી શકાશે. આવકવેરા વિભાગને ટેક્સ પેયરનું સન્માન રાખવું જરૂરી રહેશે.
કોરોનાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે ઓળખાણનો મોકો ખતમ થઈ ચૂક્યો છે. એટલા માટે આ નવી વ્યવસ્થાથી ટ્રાન્સફર પોસ્ટિંગના મુદ્દાઓથી લોકોને રાહત મળશે. તેમણે કહ્યું કે, ટેક્સ સાથે સંકળાયેલા મામલાઓની તપાસ અને અપીલ બન્ને એકબીજાને મળીને થઈ શકશે. વડાપ્રધાન મોદીએ એ પણ કહ્યું કે, હવે આવકવેરા વિભાગે ટેક્સ પેયર્સનું સન્માન રાખવું જરૂરી રહેશે. વડાપ્રધાને કહ્યું કે, ટેક્સપેયર્સના યોગદાનથી જ દેશ ચાલે છે અને તેની પ્રગતિ પણ શક્ય બને છે. વડાપ્રધાને કહ્યું કે, 2012-13માં જેટલા ટેક્સ રિટર્ન્સ આવતા હતા અને તેની સ્ક્રૂટિની થતી હતી, આજે તેનાથી ઘણી ઓછી છે, કેમ કે અમે ટેક્સ પેયર્સ પર ભરોસો રાખ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે 130 કરોડ લોકોમાંથી માત્ર દોઢ કરોડ લોકો જ ટેક્સ ભરી રહ્યા છે, આ સંખ્યા ઘણી ઓછી છે. દરેક વ્યક્તિએ તેના પર ચિંતન કરવું પડશે, તેનાથી દેશ આત્મનિર્ભર તરફ આગળ વધશે. વડાપ્રધાને કહ્યું કે, સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટથી લોકો ટેક્સ ભરવાનો સંકલ્પ લે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પહેલા 10 લાખનો મામલો પણ અદાલતમાં ચાલતો હતો. પણ હવે, હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં જનારા કિસ્સાઓની મર્યાદા ક્રમશઃ 1-2 કરોડ થઈ ગઈ છે. હવે ફોકસ અદાલતની બહાર જ મામલાનો ઉકેલ આવે એના પર છે.