નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ વિદ્વંસ મામલે 24મી જુલાઈના રોજ લાલકૃષ્ણ અડવાણીએ હાજર થવાનું છે. અડવાણી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સીબીઆઈની વિશેષ અદાલત સમક્ષ ઉપસ્થિત થશે. આ દરમિયાન બાબરી મસ્જિદ વિદ્વંસને લઈને તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે. 6ઠ્ઠી ડિસેમ્બર 1992માં કારસેવકો દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને કલ્યાણ સિંહ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે. 24મી જુલાઈએ અડવાણી આ સુનાવણીમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી અને કેસ મામલે વિસ્તૃત ચર્ચા પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
બાબરી મસ્જિદ વિદ્વંસ કેસમાં હાજર થતાં પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાબરી મસ્જિદ વિદ્વંસ કેસમાં અડવાણીની હાજરી પહેલાં બન્ને નેતાઓની વચ્ચે તેની સાથે સંકળાયેલા તમામ પાસાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવ પણ સાથે હતા. ઉલ્લેખનીય છે કે, બાબરી મસ્જિદ વિદ્વંસ મામલે 24મી જુલાઈએ લાલકૃષ્ણ અડવાણીએ હાજર થવાનું છે. અડવાણી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સીબીઆઈની વિશેષ અદાલત સમક્ષ હાજર થશે. આ દરમિયાન વિદ્વંસને લઈને તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી રામ મંદિર નિર્માણ આંદોલનની આગેવાની કરી રહ્યા છે. 6ઠ્ઠી ડિસેમ્બર 1992માં કારસેવકો દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી કાઢવામાં આવી હતી. આ મામલામાં એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને કલ્યાણસિંહ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે. 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ભૂમિ પૂજન કરીને આધારશિલા મુકશે. કહેવાય છે કે, આ કાર્યક્રમમાં સામેલ થવા માટે એલ. કે. અડવાણીને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે.
આ મામલામાં ઉમા ભારતી, કલ્યાણ સિંહ અદાલત સામે પોતાનું નિવેદન આપી ચૂક્યા છે, હવે 23 જુલાઈએ મુરલી મનોહર જોશી અને 24 જુલાઈએ એલ. કે. અડવાણી સીઆરપીસીની કલમ 313 અન્વયે પોતાનું નિવેદન જજની સામે પોતાનું નિવેદન નોંધાવશે. સીબીઆઈની વિશેષ અદાલતના જજ એસ. કે. યાદવે આ મામલામાં બન્ને નેતાઓનું નિવેદન નોંધવા માટે તારીખ નિયત કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સીબીઆઈની વિશેષ અદાલત આ મામલામાં રોજે રોજ સુનાવણી કરી રહી છે, જેથી આ કેસની સુનાવણી 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી શકાય.