- RTO Tax:એક વર્ષથી RTOનો ટેક્સ નહીં ભરનારા 5900 ભારે વાહનોને બ્લેકલિસ્ટ કરાયાં, છેલ્લા સપ્તાહમાં 25 વાહન જપ્ત કરી લેવાયાં
- બ્લેકલિસ્ટેડ વાહનો પર નામ ટ્રાન્સફર, લોન કેન્સલેશન સહિતની પ્રક્રિયા બંધ
- વાહનવ્યવહાર કમિશનરે ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે કડક કાર્યવાહીના આદેશ કરતાં સુરત આરટીઓએ 5900 વાહનોને બ્લેક લિસ્ટ કર્યા છે, જેમનો ટેક્સ 1 વર્ષથી બાકી હતો.
- આ વાહનોમાં ટ્રક, બસ, ભારે વાહનોનો સમાવેશ થાય છે.
- બ્લેક લિસ્ટેડ વાહનના માલિકોએ હવે ટેક્સ જમા કરાવવો પડશે.
- આરટીઓએ જણાવ્યું કે નવા ભારે વાહન ખરીદ્યા પછી માલિકો થોડા મહિના સુધી ટેક્સ ચૂકવે છે, પરંતુ પછી ભરવાનું બંધ કરી દે છે. અમે આવા વાહનોની યાદી તૈયાર કરી છે, જેમાં 5900 જેટલા આવા વાહનો મળી આવ્યા હતા જેનો એક મહિનાથી એક વર્ષ સુધીનો વેરો બાકી હતો. આવા વાહનોને બ્લેક લિસ્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
RTO Tax:રાજ્યની કોઈ પણ RTOમાં કોઈ પ્રક્રિયા કરી શકશે નહીં
- આરટીઓના જણાવ્યા અનુસાર, જે વાહનોને બ્લેક લિસ્ટ કરાયા છે તેમના માલિકો રાજ્યની કોઈપણ આરટીઓમાં વાહન પર નામ ટ્રાન્સફર, લોન કેન્સલ કે અન્ય કોઈપણ પ્રક્રિયા કરી શકશે નહીં.
- આ પહેલા ફરજિયાત ટેક્સ ભરવો પડશે. તેમના વાહનોને સર્વર પર બ્લેકલિસ્ટેડ માર્ક કરાયા છે.
- ટેક્સ ભર્યા પછી જ આ નિશાની દૂર થશે. તપાસ દરમિયાન જે વાહનોનો ટેક્સ એક મહિના કે એક વર્ષથી બાકી છે તેની ઓળખ કરવામાં આવી રહી છે અને સાથે જપ્ત કરવામાં આવી રહ્યા છે.
- છેલ્લા બે સપ્તાહમાં આવા 25 જેટલા વાહનો જપ્ત કરાયાં છે, જેમાં 15 ટ્રક અને 3 બસનો પણ સમાવેશ થાય છે.
અગાઉ વાહન વેરો ન ભરનારી 4 કંપનીઓને નોટિસ અપાઈ હતી
- અગાઉ આરટીઓએ એસ્સાર, આઇડીયલ, કુણાલ સ્ટ્રક્ચર્સ અને એક્સલ્ટ લોજિસ્ટિક્સ માટે ચાલતા 459 ભારે વાહનો પર 4 કરોડની બાકી કાઢી હતી.
- તેમને સતત નોટિસ આપવા છતાં ટેક્સ ભરાતો ન હતો.
- આમાંના 90%થી વધુ ભારે વાહનો ટ્રક છે. લગભગ 4 કરોડની ટેક્સની રકમ બાકી છે.
- આ કંપનીઓની પ્રોપર્ટીમાં આરટીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. સાથે આ કંપનીઓ NOC મેળવ્યા વિના મિલકતનો વ્યવહાર કરી શકશે નહીં.