Vibrant Gujarat Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન મોદી આજે સવારે લગભગ 10 વાગે કાર્યક્રમમાં પહોંચશે. આ સાથે, ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
PM Wi-Fi પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
વડા પ્રધાન મોદી લગભગ 12.45 વાગ્યે છોટા ઉદેપુરના બોડેલીની મુલાકાત લેશે, જ્યાં તેઓ 5,200 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, PM મોદી બુધવારે ગુજરાતના છોટા ઉદેપુરમાં 22 જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં Wi-Fi સુવિધા સાથે રૂ. 5,206 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ગુજરાત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ હેઠળ રૂ. 4,505 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટનની સાથે સાથે PM મોદી અન્ય વિકાસ કાર્યોનું પણ ઉદ્ઘાટન કરશે.
ગુજરાત ગ્લોબલ સમિટ તેની સ્થાપનાને 20 વર્ષ પૂર્ણ કરે છે
તમને જણાવી દઈએ કે, તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2003માં યોજાઈ હતી. આ દેશની પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થયાને 20 વર્ષ થઈ ગયા છે. આ બે દાયકામાં ગુજરાતની આ પહેલ અનેક રીતે દેશ માટે માર્ગદર્શક અને અગ્રેસર રહી છે. પીએમએ કહ્યું કે આ કાર્યક્રમ દર્શાવે છે કે ઉચ્ચ વિચારસરણી એ નોંધપાત્ર અસર કરવા માટેનું પ્રથમ પગલું છે.