HomeEntertainmentChamber of Ladies Wing:ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા ગરબા ગ્રુવ વિશે વર્કશોપ યોજાયો-India...

Chamber of Ladies Wing:ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા ગરબા ગ્રુવ વિશે વર્કશોપ યોજાયો-India News Gujarat

Date:

Chamber of Ladies Wing:પ૦થી વધુ મહિલા સભ્યોએ ગરબા – દોડીયાના વિવિધ સ્ટેપ્સ શીખ્યા

સુરતની જાણીતી ડાન્સ કોરિયોગ્રાફર શ્રદ્ધા શાહે ‘ગોતિલો’ગીત પર નૃત્ય શીખવ્યું, દોડીયાના વિવિધ સ્ટેપ્સ સરળતાથી યાદ રાખવાની ટિપ્સ પણ બતાવી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ

  • દ્વારા શુક્રવાર, તા. રર સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૦૦ કલાકે અડાજણ સ્થિત શ્રદ્ધાઝ ટેપર્ઝ ડાન્સ સ્કૂલ ખાતે ‘ચાલો ગરબા શીખીએ’ગરબા ગ્રુવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેડીઝ વીંગની પ૦થી વધુ મહિલા સભ્યોએ ભાગ લઇ સુરતની જાણીતી ડાન્સ કોરિયોગ્રાફર શ્રદ્ધા શાહ પાસેથી ગરબા – દોડીયા તથા નૃત્યના વિવિધ સ્ટેપ્સ શીખ્યા હતા.

લેડીઝ વીંગની મહિલા સભ્યો ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં આવી હતી

  • આ વર્કશોપમાં લેડીઝ વીંગની મહિલા સભ્યો ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં આવી હતી અને કોરીયોગ્રાફર પાસેથી દોડીયા શીખ્યા હતા.
  • ડાન્સ કોરિયોગ્રાફર શ્રદ્ધા શાહે ગરબા તથા દોડીયાના વિવિધ સ્ટેપ્સ સરળતાથી યાદ રાખવાની ટિપ્સ બતાવી હતી. તેમણે સુપ્રસિદ્ધ ગીત ‘ગોતિલો’પર નૃત્ય શીખવ્યું હતું.
  • તેમણે જણાવ્યું હતું કે, નૃત્ય કરવાથી શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ જળવાઇ રહે છે.
  • ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન મનિષા બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
  • વાઇસ ચેરપર્સન ગીતા વઘાસિયાએ વર્કશોપમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
  • સભ્ય પારૂલ રૂદલાલે ડાન્સ કોરિયોગ્રાફર શ્રદ્ધા શાહનો પરિચય આપ્યો હતો. જ્યારે સેક્રેટરી પ્લવનમી દવેએ સમગ્ર વર્કશોપનું સંચાલન કર્યું હતુ.
SHARE

Related stories

Latest stories