HomeBusinessUkai Dam Level:હાલ 1 લાખ ક્યુસેક પાણીની આવક, 44 હજાર ક્યુસેક નદીમાં...

Ukai Dam Level:હાલ 1 લાખ ક્યુસેક પાણીની આવક, 44 હજાર ક્યુસેક નદીમાં છોડાઇ રહ્યું છે, ડેમની સપાટી 343.73 ફૂટ પર પહોંચી-India News Gujarat

Date:

  • Ukai Dam Level:સુરત સહિત દક્ષિણ ગુજરાતની જીવાદોરી સામાન ઉકાઈ ડેમમાં પાણીની આવકનો ફરી વધારો થયો છે.
  •  થોડા દિવસ પહેલા ઉકાઈ ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડી સપાટીમાં ઘટાડો કરાયો હતો. જોકે, પાણીની આવકમાં ઘટાડો થતાં જાવકમાં ઘટાડો કરાયો હતો. ગત સાંજથી ફરી પાણીની આવકમાં વધારો થયો છે.
  •  હાલ 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 44 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 343.73 ફૂટ પર પહોંચી છે. જે ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર સવા ફૂટ દૂર છે.

Ukai Dam Level:છેલ્લા અઢી મહિનામાં સપાટીમાં 35 ફૂટનો વધારો

  • આ વર્ષે ઉકાઈ ડેમમાં 26 જૂનથી પાણીની આવક શરૂ થઈ હતી. તે વખતે સપાટી 308.28 ફૂટ હતી. ત્યારથી આજદિન સુધીના અઢી મહિના સુધીમાં સતત પાણીની આવક ચાલુ રહેતા સપાટીમાં 35 ફૂટનો વધારો થઈને આજે 343.73 ફૂટ સપાટી નોંધાઈ છે. જે ઉકાઈ ડેમના ભયજનક 345 ફૂટ કરતા સવા ફૂટ જ ઓછી છે.

સીઝનમાં 5.34 લાખ ક્યુસેક પાણીની આવક સૌથી વધુ

  • 17 સપ્ટેમ્બરના રોજ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રેડ એલર્ટ હતું.
  • ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું.
  •  હથનુર ડેમના 41 જેટલા દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું હતું.
  •  મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈને સિઝનનો સૌથી વધુ 5.34 ક્યુસેક પાણી આવી રહ્યું હતું. જેના પગલે સપાટી 343.69 ફૂટે પહોંચી ગઈ હતી. જેથી 3 લાખ ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. જેથી સપાટી 342 ફૂટે પહોંચી ગઈ હતી.

સપાટીમાં બે દિવસમાં એક ફૂટનો વધારો

  • છેલ્લા ત્રણ દિવસથી પાણીની આવકમાં ઘટાડો થઈ ગયો હતો. જોકે, ગઈકાલ સાંજથી ફરી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.
  •  હાલ એક લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. જ્યારે પાણીની આવકમાં ઘટાડો થતાં જાવકમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. જેથી સપાટીમાં બે દિવસમાં એક ફૂટનો વધારો થયો છે.

દક્ષિણ ગુજરાતને આખું વર્ષ પાણીની ચિંતા નહીં

  • ઉકાઈ ડેમમાંથી જમણા અને ડાબા કાંઠાની નહેરોમાંથી વલસાડ, નવસારી, તાપી, ભરૂચ અને સુરત આમ પાંચ જિલ્લાના ખેતીપાકોને પાણી મળે છે.
  •  જ્યારે પાંચ જિલ્લાની 1 કરોડથી વધુ વસ્તીને પાણી સપ્લાય થાય છે.
  • આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણી સપ્લાય પણ થાય છે. 96 ટકા ડેમ ભરાવાની સાથે જ આખું વર્ષ 1 કરોડથી વધુ વસ્તીને અને ખેતીપાકને પાણીનું ટેન્શન હળવું થયું છે.

ઉકાઈ ડેમમાં 6493 એમસીએમ પાણી ભર્યું છે

  • ​​​​​​​ઉકાઈ ડેમનું કુલ સ્ટોરેજ 7414 એમસીએમ છે. જ્યારે હાલ ઉકાઈ ડેમમાં 6493 એમસીએમ પાણી ભર્યું છે. જેથી હાલ ડેમ 96 ટકાથી વધુ ભર્યો છે.
  •  હાલ ઉકાઈ ડેમની સપાટી 343.73 ફૂટ છે. જ્યારે 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સાથે જ 44 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ

Powerwall: ભારતમાં બેટરી સ્ટોરેજ ફેક્ટરી સ્થાપવા માંગે છે એલોન મસ્ક, પાવરવોલ સિસ્ટમ બનાવવા માટે પ્રસ્તાવ, સોલર પેનલ અને ગ્રીડમાં પાવર સ્ટોર કરી શકે છે

આ પણ વાંચોઃ

PhonePe એપસ્ટોર લોન્ચ કરશે:એન્ડ્રોઇડ એપ ડેવલપર ને ઈન્વાઈટ કર્યા, ગૂગલ પ્લે સ્ટોર ના દબદબાને પડકાર

SHARE

Related stories

Latest stories