HomeBusinessTraffic Rules Everness/‘આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ એવરનેસ કેમ્પેઈન’ અંતર્ગત યોજાયેલી સ્પર્ધા/India News...

Traffic Rules Everness/‘આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ એવરનેસ કેમ્પેઈન’ અંતર્ગત યોજાયેલી સ્પર્ધા/India News Gujarat

Date:

‘આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ એવરનેસ કેમ્પેઈન’ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઈનામો આપી સન્માનિત કરાયાઃ

સુરત શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીની સુરત કચેરીના સંયુકત ઉપક્રમે “ I FOLLOW TRAFFIC RULS AWARENESS COMPAIGN” ચલાવી સુરત શહેર તથા સુરત ગ્રામ્યની શાળાઓમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુરત કચેરી હસ્તકના ધો.૦૯ થી ધો.૧૨ ના સુરત શહેર તથા સુરત ગ્રામ્યની શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આવરી લઇ રંગોળી, વર્કિંગ મોડેલ, એક મિનિટ વિડિયો, એકપાત્રીય અભિનય, ચિત્ર સ્પર્ધા, મોડેલ, માઇમ, યુવા એમ્બેસેડર(વકૃત્વ સ્પર્ધા,સાઇનેજ ઓળખ, ક્વીઝ) જેવી વિવિધ સ્પર્ધાઓમાં ૩૯૧૩૨ વિધાર્થીઓ તથા ૧૨૦૪ શિક્ષકોએ ભાગ લીધો હતો.
સુરત શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુરતના સંયુક્ત ઉપક્રમે ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલ ઉગત કેનાલ રોડ ખાતે “I FOLLOW TRAFFIC RULS AWARENESS CAMPAIGN’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અજયકુમાર તોમર ,નાયબ પોલીસ કમિશ્નરશ્રી અમિતા વાનાણી,પોલીસ અધિકારીઓ તથા શિક્ષણાધિકારીશ્રી ડો.ડી.આર.દરજી, શિક્ષણ નિરીક્ષક ડૉ.સંગીતા મિસ્ત્રી હાજર રહ્યા હતા. જેમાં મુખ્ય સ્પર્ધામાં અલગ અલગ સ્કુલોમાંથી વિજેતા થયેલ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને દરેક સ્પર્ધા દીઠ નં- ૧,૨,૩ ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થી તથા શિક્ષણકોને પ્રમાણપત્ર તથા ઇનામ રાશી, પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ આમંત્રીત મહેમાનો, શિક્ષકો, વિદ્યાર્થીનાઓ ટ્રાફિક નિયમ પાલન કરવા તથા કરાવવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થી દ્વારા “I FOLLOW TRAFFIC RULS AWARENESS CAMPAIGN’’ તૈયાર કરેલ પ્રોજેક્ટની પ્રદર્શન માટે મુકવામાં આવી હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉર્જા જોવા મળી હતી.

SHARE

Related stories

Latest stories