HomeBusinessCash On Delivery Fraud: શું તમે પણ વસ્તુઓ નો ઓનલાઈન ઓર્ડર કરો...

Cash On Delivery Fraud: શું તમે પણ વસ્તુઓ નો ઓનલાઈન ઓર્ડર કરો છો? તો રહો સાવધાન, ‘કેશ ઓન ડિલિવરી’ના નામે થઈ રહી છે છેતરપિંડી-India News Gujarat

Date:

  • Cash On Delivery Fraud: કેશ ઓન ડિલિવરી ફ્રોડ વિશે વાત કરીએ તો, તેમાં ડિલિવરી મેન લોકોને ફોન કરે છે અને કહે છે કે તે તમારા નામ પર પાર્સલ આવ્યું છે.
  • આ ઉપરાંત તે કહે છે કે આ પાર્સલ માટે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો છે, તેથી આ ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે. જે લોકોને ફોન આવ્યો હોય છે તેઓએ આવો કોઈ ઓર્ડર જ કર્યો હોતો નથી.
  • છેલ્લા કેટલાક સમયથી કેશ ઓન ડિલિવરીનું નવું ફ્રોડ (Cash On Delivery Fraud) ચાલી રહ્યું છે. તેની કેટલીક ઘટનાઓ બની છે અને કેટલીક ઘટનાઓ હજુ પણ પ્રકાશમાં આવી રહી છે.
  • આજે આપણે આ છેતરપિંડી (વિશે જાણીશું. જો તમે પણ નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુઓનો ઓર્ડર કરો છો તો તમારા માટે આ ફ્રોડ વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે.

ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે

  • કેશ ઓન ડિલિવરી ફ્રોડ વિશે વાત કરીએ તો, તેમાં ડિલિવરી મેન લોકોને ફોન કરે છે અને કહે છે કે તે તમારા નામ પર પાર્સલ આવ્યું છે.
  • આ ઉપરાંત તે કહે છે કે આ પાર્સલ માટે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો છે, તેથી આ ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે.

OTP દ્વારા કરવામાં આવે છે છેતરપિંડી

  • જે લોકોને ફોન આવ્યો હોય છે તેઓએ આવો કોઈ ઓર્ડર જ કર્યો હોતો નથી. તેથી તેઓ સ્કેમર્સને આ બાબતની જાણકારી આપે છે અને રકમ ન ચૂકવવાની વાત કરે છે.
  •  તેના પર ડિલિવરી બોય લોકોને કસ્ટમર કેર સાથે વાત કરવાનું કહે છે, જે એક ફેક નંબર હોય છે.
  •  આ કોલમાં લોકોને કહેવામાં આવે છે કે તેના મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP જણાવ્યા બાદ ઓર્ડર કેન્સલ કરી શકાય છે.

લોકોના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે

  • ઓર્ડર કેન્સલ કરવાના બહાને લોકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે અને ડિલિવરી બોયને તેમના મોબાઈલ પર આવેલો OTP જણાવે છે.
  • ડિલિવરી બોય સાથે OTP શેર કરતાની સાથે જ લોકોના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે.
  • આ રકમ લોકોના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતોના આધારે કપાઈ છે.

છેતરપિંડીથી બચવા શું સાવચેતી રાખવી

  • સાયબર ફ્રોડથી સાવધ રહો અને કોઈને પણ તમારો OTP શેર કરવો નહીં.
  • જો કોઈ વ્યક્તિ પાર્સલ લાવે જેનો ઓર્ડર તમે નથી કર્યો તો તેને સ્વીકારશો નહીં અને તમારી વ્યક્તિગત કે અંગત માહિતી તેમજ બેંકિંગ વિગતો આપશો નહીં.
  • આજકાલ સાયબર ગુનેગારો લોકોને નવી નવી રીતોથી છેતરતા હોય છે, તેથી તેનાથી સાવધાન રહો.
  • જો તમે સાયબર ક્રાઈમનો શિકાર બનો છો તો હેલ્પલાઈન નંબર પર કોલ કરો. 1930 અને સરકારના સાયબર ક્રાઈમ સેલમાં તરત જ ફરિયાદ નોંધાવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો

આ પણ વાંચો:

AI Video Call Fraud: વીડિયો કોલ દ્વારા લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું સાવચેતી રાખવી, જુઓ Video

આ પણ વાંચો:

Data Entry Job Fraud: જો તમને ડેટા એન્ટ્રી જોબનો મેસેજ આવે તો રહો સાવધાન, જાણો કેવી રીતે સાયબર ઠગ કરે છે છેતરપિંડી

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories