HomeGujaratધોરણ -10નું 60.64% રિઝલ્ટ જાહેર,10.83 લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરિક્ષા

ધોરણ -10નું 60.64% રિઝલ્ટ જાહેર,10.83 લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરિક્ષા

Date:

કોરોના મહામારીના હિસાબે બોર્ડની પરીક્ષામાં બેઠેલા રાજ્યના 10.83 લાખ વિદ્યાર્થીઓનું પ્રથમવાર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી અમદાવાદમાંથી 1 લાખ જેટલા જ્યારે કે બીજા નંબરે સુરતમાંથી 79 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. 9 જૂન સવારથી બોર્ડની વેબસાઇટ gseb.org પર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સ્કૂલોમાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે. એટલે અત્યારે વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન જ પોતાની પરિણામ જોઇ શકશે. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતું. કોરોના મહામારીના હિસાબે બોર્ડની પરીક્ષામાં બેઠેલા રાજ્યના 10.83 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના વચ્ચે ધોરણ-10નું 60.64 ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ, તે સંદર્ભે ગત વર્ષ કરતા લગભગ 5 ટકા ઓછું પરિણામ જાહેર કરાયું છે. સૌથી વધુ સુરત જિલ્લાનું 94.66 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 47.47 ટકા છે. સૌથી ઓછું દાહોદના રૂવાબારી કેન્દ્રનું 14.9 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના સપરેડા કેન્દ્રનું 94.78 ટકા આવ્યું છે. ચાલું વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાનો સમાવેશ થાય છે, જ્યારે 174 શાળાનું પરિણામ 0 ટકા આવ્યું છે.

SHARE

Related stories

Latest stories