HomeFashion"Jani Suraksha Yojana"/નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરતી ‘જનની સુરક્ષા...

“Jani Suraksha Yojana”/નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરતી ‘જનની સુરક્ષા યોજના’/India News Gujarat

Date:

નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરતી ‘જનની સુરક્ષા યોજના’

બી.પી.એલ કાર્ડધારક અને અનુસુચિત જાતિ-જનજાતિના સગર્ભાઓને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦ સહાય મળવાપાત્ર

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરતી ‘જનની સુરક્ષા યોજના’ અમલી છે. જે હેઠળ બી.પી.એલ કાર્ડ ધારક અને અનુસુચિત જાતિ-જનજાતિના મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઈ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થાનાં છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦ સહાય મળવાપાત્ર છે.
યોજનાનો લાભ લેવા માટે સગર્ભાઓએ સ્ત્રી/આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અરજી સમયે બી.પી.એલ કાર્ડ અથવા આવકનો પુરાવો રજુ કરવાનો રહેશે. બી.પી.એલ કાર્ડ ન ધરાવતા અરજીકર્તાઓએ વિસ્તારના તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. યોજનાની સહાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories