HomeBusinessYouTube Video Fraud: યુટ્યુબ વિડીયો લાઈક કરીને રૂપિયા કમાઓ, જો આવો મેસેજ...

YouTube Video Fraud: યુટ્યુબ વિડીયો લાઈક કરીને રૂપિયા કમાઓ, જો આવો મેસેજ આવે તો રહો સાવધાન, તમારી સાથે થઈ શકે છે ફ્રોડ, જુઓ Video-India News Gujarat

Date:

  • YouTube Video Fraud:  ઓનલાઈન નોકરી શોધી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ, એવું ન થાય કે તમે છેતરપિંડીનો શિકાર બની જાઓ.
  • ઠગ લોકો જુદી-જુદી પદ્ધતિ દ્વારા લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે.
  •  હાલમાં લોકોને મેસેજ આવે છે કે યુટ્યુબ વિડીયો લાઈક કરીને રૂપિયા કમાઓ.
  • યુટ્યુબ પર વીડિયો લાઈક કરવાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે.
  • સ્કેમર્સ વોટ્સએપ દ્વારા લોકોને મેસેજ મોકલે છે જેમાં ઘરે રહીને જ કામ કરવાની ઓફર આપવામાં આવે છે. જાણો ફ્રોડથી કેવી રીતે બચી શકાય.
  • જો તમે પણ વર્ક ફ્રોમ હોમ (Work From Home) અથવા ઓનલાઈન નોકરી શોધી રહ્યા છો તો સાવધાન થઈ જાવ.
  • એવું ન થાય કે તમે છેતરપિંડીનો (શિકાર બની જાઓ.
  • ઠગ લોકો જુદી-જુદી પદ્ધતિ દ્વારા લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે.
  •  હાલમાં લોકોને મેસેજ આવે છે કે યુટ્યુબ વિડીયો (YouTube Video Fraud) લાઈક કરીને રૂપિયા કમાઓ.
  • યુટ્યુબ પર વીડિયો લાઈક કરવાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે.
  •  જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને તેનાથી કેવી રીતે બચી શકાય.

વર્ક ફ્રોમ હોમ દ્વારા રૂપિયા કમાવાની લાલચ આપે છે

  • સ્કેમર્સ વોટ્સએપ દ્વારા લોકોને મેસેજ મોકલે છે જેમાં ઘરે રહીને જ કામ કરવાની ઓફર આપવામાં આવે છે.
  •  તેમાં યુટ્યુબ ચેનલને લાઈક કરવા, સબસ્ક્રાઈબ કરવા, વિડીયોને લાઈક કરવા અને વિડીયો પર કમેન્ટ કરવા વગેરે જેવા ટાસ્ક આપવામાં આવે છે.
  • આ ઉપરાંત ઘણી વખત ઠગ લોકો ફોન કરીને વર્ક ફ્રોમ હોમની લાલચ આપે છે.

લોકોને પૈસાનું રોકાણ કરવાનું કહેવામાં આવે છે

  • શરૂઆતમાં ટાસ્ક પૂરા કરવા પર 100 રૂપિયાથી લઈને 200 કે 300 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.
  •  ત્યારબાદ વધારે રૂપિયા કમાવવાની લાલચ આપીને લોકોને પૈસાનું રોકાણ કરવાનું કહેવામાં આવે છે.
  • નાની રકમના રોકાણ બદલ લોકોને ઉંચું વળતર આપવામાં આવે છે.
  • ત્યારબાદ રોકાણ કરેલા પૈસા આવકની સાથે તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
  • થોડા સમય બાદ લોકોને ટેલિગ્રામ ગૃપ જોઈન કરવાનું કહેવામાં આવે છે અને તેમાં એક લિંક મોકલવામાં આવે છે અને ટાસ્ક આપવામાં આવે છે.
  •  શરૂઆતમાં 1,000 થી 5,000 રૂપિયાનું રોકાણ કરવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ તમે તે રકમને ઉપાડવાનો પ્રયાસ કરો છો, ત્યારે પૈસા લોક થઈ જાય છે.
  • આ રીતે છેતરપિંડી કરવામાં આવે છે. આવી રીતે લોકો લાલચમાં આવીને નાણા ગુમાવે છે.

ફ્રોડથી કેવી રીતે બચી શકાય

1. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.

2. કોઈપણ સોશિયલ સાઈટના અજાણ્યા ગ્રુપમાં જોડાશો નહીં.

3. જો રૂપિયાનું રોકાણ કરીને નફો કમાવાનું કહેવામાં આવે તો તેનાથી દૂર રહો.

4. તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં.

5. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.

6. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

આ પણ વાંચોઃ

UPI Payment Fraud: જો તમે UPI થી પેમેન્ટ કરો છો તો રહો સાવધાન ! એક ભૂલ થી એકાઉન્ટ થઈ જશે ખાલી, જાણો કેવી રીતે સાવચેત રહેવું

આ પણ વાંચોઃ

Jio AirFiber: ટૂંક સમયમાં થશે લોન્ચ, કેબલ વગર જ મળશે ઝડપી 5G નેટવર્ક

SHARE

Related stories

Latest stories