HomeGujaratઅમદાવાદ : ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ રહ્યા હાજર

અમદાવાદ : ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ રહ્યા હાજર

Date:

કોરોનાને કારણે અનેક કામોના ધારા ધોરણો બદલાઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલા ભગવાન જગન્નાથની જળ યાત્રામાં બદલાવ જોવા મળ્યો છે.વર્ષોથી પ્રસિદ્ધ જગન્નાથ યાત્રા પહેલા યોજાથી જળયાત્રાનો અનોખો રૂપ આજે જોવા મળ્યો.કોરોનાની મહામારીના કારણે 143મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં પ્રથમ વખતે ભક્તો અને સાધુ-સંતો નથી.જોડાયા.શોભાયાત્રા વગરની જળયાત્રામાં માત્ર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને પૂજારીઓ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ જળયાત્રાની પૂજામાં જોડાયા હતાં.જળયાત્રા પહેલા જ મંદિર તરફથી રાજકીય નેતાઓન પૂજામાં નહિ જોડાય માત્ર સાદાઈથી પૂજા અને યાત્રા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.જેના પગલે દર વર્ષની જેમ પરંપરાગત રીતે માત્ર નાયબ મુખ્યમંત્રી આ વિધિમાં જોડાયા હતા.સવારે 8.45 વાગ્યે એક જ ગજરાજ સાથે ગાડીમાં જળયાત્રા નીકળી હતી. કળશને ગાડીમાં સાબરમતી નદીના ભુદરના આરે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી હતી. કળશની પૂજા બાદ દિલીપદાસજી, મહેન્દ્ર ઝા અને નાયબ મુખ્યમંત્રી કળશ લઇ સાબરમતી નદીમાંથી જળ ભર્યું હતું..બોટમાં બેસી નદીમાંથી જળ ભરવામાં આવ્યું હતું.

 

SHARE

Related stories

Latest stories