PK taunts RJD and Lalu Yadav ahead of Alliance Meet: પ્રશાંત કિશોરે કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘દેશનું પછાત રાજ્ય બિહાર અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને મળીને જાણે અમેરિકાનું સર્જન કર્યું છે.’
‘I-N-D-I-A’ ગઠબંધનની આગામી બેઠક મુંબઈમાં યોજાઈ રહી છે. વિરોધ પક્ષોની આ ત્રીજી બેઠક છે. આ વખતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પણ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. લાલુ તેમના નાના પુત્ર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે મુંબઈ પહોંચી ગયા છે. હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આ બેઠકમાં લાલુ યાદવની ભાગીદારી પર કટાક્ષ કર્યો છે.
RJD પાસે શૂન્ય સાંસદ અને નક્કી કરશે વડા પ્રધાન ?
‘I-N-D-I-A’ ગઠબંધન બેઠકમાં લાલુ પ્રસાદ યાદવની ભાગીદારી પર પ્રશાંત કિશોરે ટોણો માર્યો કે ‘લાલુ યાદવની પાર્ટી આરજેડી પાસે એક પણ સાંસદ નથી અને તે વડાપ્રધાન નક્કી કરવા ગયા છે. બિહાર દેશ નું પછાત રાજ્ય છે અને આ બીજા રાજ્યો ના મુખ્ય મંત્રીઓ ને એવી રીતે મળવા ગયા છે જાણે રાજ્ય ને અમેરિકા બનાવી દીધું હોય.
નીતીશ કુમાર પર પણ કાર્ય આકરા પ્રહાર
જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજે બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે અને નીતિશ કુમારમાં સૌથી મોટો અહંકાર છે. બિહાર દેશનું સૌથી ખરાબ રાજ્ય છે અને તેઓ એવી રીતે વાત કરે છે કે જાણે તેમણે બધું કરી લીધું હોય. આજે આરજેડી પાસે શૂન્ય સાંસદો છે, પરંતુ તેઓ વડાપ્રધાનથી નીચેની વાત પણ કરતા નથી. આજે તેઓ નક્કી કરી રહ્યા છે કે ભારતના વડાપ્રધાન કોણ હશે. બિહાર દેશનું સૌથી ગરીબ અને સૌથી પછાત રાજ્ય છે અને નીતિશ કુમાર એવી રીતે વાત કરશે કે જાણે તેમણે બિહારને અમેરિકા બનાવી દીધું હોય.