ચીન દ્વારા જારી કરાયેલા નકશાને લઈને રાજકીય ઉથલપાથલ ચાલુ છે. ભાજપે હવે આ મામલે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ભાજપે 2008 દરમિયાન ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલા MOUનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે.
ભાજપે શું કહ્યું?
પત્રકાર પરિષદને સંબોધતા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે આ એમઓયુ દ્વારા તત્કાલિન કોંગ્રેસ સરકારે ભારતના હિતોની વિરુદ્ધ કામ કર્યું હતું અને દેશના સુરક્ષા દળોના મનોબળને ઠેસ પહોંચાડી હતી. આ સિવાય થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ એ લોકો માટે દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કર્યો હતો જેમણે ભારત માતાનો એક ભાગ ચીનને આપ્યો હતો. શું તે દેશના પહેલા વડાપ્રધાનને પણ દેશદ્રોહી માને છે? જેમના કાર્યકાળ દરમિયાન ચીને ભારતની 43 હજાર ચોરસ કિલોમીટરથી વધુ જમીન પર કબજો કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીએ વારંવાર તેમની માનસિક નાદારી દર્શાવી છે. આજે વિશ્વ ભારતના નેતૃત્વ અને લશ્કરી શક્તિનો સ્વીકાર કરી રહ્યું છે. પરંતુ રાહુલ દેશના વિકાસને પચાવી શકતા નથી. તેમનું વલણ હંમેશા ચીન તરફી રહ્યું છે.
રાહુલે શું કહ્યું?
તમને જણાવી દઈએ કે, ચીને થોડા દિવસો પહેલા એક નકશો જાહેર કર્યો હતો. જેમાં તેણે અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીનને પોતાનો હિસ્સો જાહેર કર્યો હતો. આ અંગે રાહુલ ગાંધીએ ભાજપને ઘેરતા કહ્યું કે લદ્દાખમાં ચીને ભારતની જમીન હડપ કરી લીધી છે. પીએમ મોદીએ આનો જવાબ આપવો જોઈએ. PM મોદીનો દાવો કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન નથી ગઈ. હું હમણાં જ લદ્દાખથી પાછો ફર્યો છું. આખું લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપ કરી છે.