- Jio Financial Services Share:ગઈકાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
- તેમણે જણાવ્યું કે, જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ માત્ર જીવન વીમાનું જ વેચાણ નહીં કરે, પરંતુ જનરલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સંબંધિત પ્રોડક્ટ્સ પણ વેચશે. તે દરમિયાન જિયો ફાઇનાન્શિયલના શેરમાં થોડો વધારો જોવા મળ્યો હતો.
- શેરબજાર (Stock Market) મંગળવારે સતત બીજા દિવસે વધારા સાથે બંધ થયું હતું.
- મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા.
- BSE સેન્સેક્સ 80 પોઈન્ટ વધીને 65,075 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 36 પોઈન્ટના ઉછાળા સાથે 19,342 પર બંધ રહ્યો હતો.
- મેટલ અને રિયલ્ટી શેરોમાં ખરીદારીથી બજારમાં સપોર્ટ મળ્યો હતો.
Jio Financial Services Share:સેન્સેક્સ 110 પોઈન્ટ વધીને 65000 ની નજીક બંધ રહ્યો
- જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસના શેરમાં આજે તેજી જોવા મળી હતી અને તેમાં 4.31 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
- ભારતી એરટેલ લગભગ 2 ટકા ઘટીને બંધ રહ્યો હતો, જે ટોપ લૂઝર રહ્યો હતો.
- આ પહેલા સોમવારે ભારતીય બજારો 2 દિવસ બાદ મજબૂતીથી બંધ થયા હતા.
- BSE સેન્સેક્સ 110 પોઈન્ટ વધીને 65000 ની નજીક બંધ રહ્યો હતો.
- આજે પોઝિટિવ ઓપનિંગ બાદ માર્કેટ નજીવા વધારા સાથે બંધ થયું.
- UPL, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, હીરો મોટોકોર્પ અને ટાટા સ્ટીલ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે ટોપ લુઝર્સમાં ભારતી એરટેલ, HUL, એક્સિસ બેન્ક, ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.
જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 4 ટકાથી વધારેનો વધારો
- જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસનો શેરમાં આજે 4.31 ટકાના વધારા સાથે 220.24 પર બંધ રહ્યો હતો.
- ગઈકાલે શેર 211.15 રૂપિયા પર બંધ રહ્યા બાદ આજે 212 પર ખુલ્યો હતો.
- આજના સેશનમાં ભાવ 221.70 નો હાઈ ગયો અને 207.25 નો નીચો ભાવ રહ્યો હતો.
- જો 52 વીક હાઈની વાત કરવામાં આવે તો તે 262.05 હતો અને 52 વીક લોની વાત કરીએ તો 202.80 રહ્યો હતો.
- ગઈકાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
- તેમણે જણાવ્યું કે, જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ માત્ર જીવન વીમાનું જ વેચાણ નહીં કરે, પરંતુ જનરલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સંબંધિત પ્રોડક્ટ્સ પણ વેચશે.
- તે દરમિયાન જિયો ફાઇનાન્શિયલના શેરમાં થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ બજાર બંધ થયું ત્યાં સુધી શેર લાલ નિશાન પર બંધ રહ્યો હતો
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ